સુરેન્દ્રનગરમાં સસ્તા સોનાની લાલચ આપી 10 લાખની ઠગાઇ, આરોપી ઝબ્બે

સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ સોનું આપી રૂૂ. 10 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી છેતરપિંડી કરાયેલી સંપૂર્ણ રૂૂ.…

સુરેન્દ્રનગરમાં ડુપ્લિકેટ સોનું આપી રૂૂ. 10 લાખની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી છેતરપિંડી કરાયેલી સંપૂર્ણ રૂૂ. 10 લાખની રોકડ રકમ કબ્જે કરીને 100 ટકા મુદ્દામાલ રિકવર કર્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે રિવરફ્રન્ટ રોડ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો હતો. સઘન પૂછપરછ દરમિયાન તેણે ટી.બી. હોસ્પિટલ સામે ફરિયાદીને ડુપ્લિકેટ સોનું આપી રૂૂ. 10 લાખની છેતરપિંડી કર્યાની કબૂલાત કરી હતી. ઝડપાયેલ આરોપીની ઓળખ બોટાદ જિલ્લાના રાણપુરના રહેવાસી વિજયભાઈ સોમાભાઈ ભાલીયા તરીકે થઈ છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *