રાજકોટમાં 30 વર્ષનો સૌથી ઓછો માત્ર સાડા છ ઈંચ વરસાદ

રાજકોટ શહેરમાં આકાશમાં અવારનવાર વાદળો ઘેરાય છે અને પવનો પણ ફૂંકાય છે, પરંતુ મુશળધાર વરસાદ વરસવાનું નામ લેતો નથી. રાજકોટમાં પવિત્ર અષાઢ મહિનાની શરૂૂઆત થઈ…

રાજકોટ શહેરમાં આકાશમાં અવારનવાર વાદળો ઘેરાય છે અને પવનો પણ ફૂંકાય છે, પરંતુ મુશળધાર વરસાદ વરસવાનું નામ લેતો નથી. રાજકોટમાં પવિત્ર અષાઢ મહિનાની શરૂૂઆત થઈ ચૂકી હોવા છતાં આ વર્ષે ચોમાસું સાવ સૂકુંભઠ અને નિરાશાજનક જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના સત્તાવાર ડેટા અનુસાર, રાજકોટમાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સમગ્ર સિઝનનો માત્ર સાડા છ ઇંચ વરસાદ જ નોંધાયો છે. જે ગત વર્ષની સરખામણીએ અત્યંત ચિંતાજનક રીતે ઘણો ઓછો છે. જો ગત વર્ષની વાત કરવામાં આવે તો, જુલાઈ-2025 સુધીમાં રાજકોટમાં 22 ઇંચ જેટલો સારો વરસાદ વરસી ચૂક્યો હતો.

સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષે ચોમાસાની શરૂૂઆત અત્યંત નિરાશાજનક રહી છે. હવામાન વિભાગ અને સ્થાનિક આંકડાકીય માહિતી મુજબ, આ વર્ષે જુલાઈ માસ પૂરો થવા આવ્યો હોવા છતાં રાજકોટમાં અત્યાર સુધીનો છેલ્લા 30 વર્ષનો સૌથી ઓછો વરસાદ નોંધાવાનો રેકોર્ડ બન્યો છે.

જુલાઈ માસ પૂરો થવા આવ્યો છતાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન થવાને કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અને વાવણી નિષ્ફળ જવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. જે ખેડૂતોએ અગાઉ શરૂૂઆતના હળવા વરસાદને કારણે વાવણી કરી દીધી હતી, તેઓ હાલ પોતાનો પાક બચાવી લેવા માટે આકાશ સામે ચાતક ડોકે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

બીજી બાજુ, રાજકોટ શહેરને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડતા મુખ્ય જળાશયો અને ડેમો જેવા કે આજી-1, ભાદર અને ન્યારી ડેમ) માં નવા નીરની આવક નહિવત જેવી જ થઈ છે. જો આગામી ઓગસ્ટ મહિના દરમિયાન પણ સારો અને સંતોષકારક વરસાદ નહીં વરસે, તો આગામી દિવસોમાં શહેરમાં ભયંકર જળસંકટ ઘેરું બનવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *