જેનરિક દવાઓ પર ટેરિફ: ટ્રમ્પના ધૂની સ્વભાવની કોઇ દવા નથી

લાંબા સમયની શાંતિ પછી અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા વરતાયા છે. ઈરાનની મેથી મારવામાં પડ્યા હોવાથી ભારતને ભૂલી ગયેલા ટ્રમ્પને અચાનક યાદ આવી ગયું હશે…

લાંબા સમયની શાંતિ પછી અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પાછા વરતાયા છે. ઈરાનની મેથી મારવામાં પડ્યા હોવાથી ભારતને ભૂલી ગયેલા ટ્રમ્પને અચાનક યાદ આવી ગયું હશે કે, ભારતની હમણાંથી બજાવી નથી એટલે જિનરિક દવાઓ પર 200 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી નાખી. ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર જ્ઞાન પીરસ્યું છે કે, અમેરિકામાં જ દવાઓનું ઉત્પાદન વધે અને અમેરિકનોને રોજગારી મળે એ વાસ્તે પોતે જિનરિક દવાઓ પર ટેરિફ લાદવાનું નક્કી કર્યું છે પણ ટ્રમ્પના નિશાના પર ભારત જ છે એ સ્પષ્ટ છે.

ભારત વિશ્વમાં જિનરિક દવાઓનો સૌથી મોટો દેશ છે અને અમેરિકામાં જંગી પ્રમાણમાં જિનરિક દવાઓની નિકાસ કરે છે તેથી આ ટેરિફની સૌથી વધારે ખરાબ અસર ભારત પર જ પડશે. ટ્રમ્પે કરેલી જાહેરાત પ્રમાણે, જિનરિક દવાઓ પર ટેરિફ અંગેની આ તબક્કાવાર યોજના 1 ઓગસ્ટથી અમલમાં આવશે પણ શરૂૂઆતના બે વર્ષ સુધી અમેરિકામાં આવતી તમામ જિનરિક દવાઓ પર અમેરિકા હાલનો શૂન્ય ટકા ટેરિફ જાળવી રાખશે. ત્રીજા વર્ષે એટલે કે, 1 ઓગસ્ટ 2027થી આ ટેરિફ વધારીને 100 ટકા કરવામાં આવશે અને ત્યાર પછી 200 ટકા કરવામાં આવશે. ટ્રમ્પે 200 ટકા ટેરિફનો અમલ ક્યારથી થશે તેની ચોખવટ કરી નથી પણ મોટા ભાગે 1 ઓગસ્ટ 2028થી ટેરિફ વધારીને 200 ટકા કરી દેવામાં આવશે એવું લાગે છે.

ટ્રમ્પે એ સ્પષ્ટતા પણ કરી છે કે, આ ટેરિફથી વિદેશી કંપનીઓનાં ઉત્પાદનો માટે અમેરિકાના દરવાજા બંધ નથી કરાયા પણ વિદેશી કંપનીઓ અમેરિકામાં ઉત્પાદન કરે એવો વિકલ્પ તેમને અપાયો છે કે જેથી રોજગારી સહિતનો ફાયદો સીધો અમેરિકાને મળે. ટ્રમ્પે એ પણ કહ્યું છે કે, જે કંપનીઓ તેમને આપવામાં આવેલા નિર્ધારિત સમયગાળામાં એટલે કે બે વર્ષમાં પ્લાન્ટ અને મશીનરી સ્થાપિત કરવાનો નિર્ણય નહીં લે તેમને દંડ કરવામાં આવશે. ટ્રમ્પના કહેવાનો મતલબ સાફ છે કે, ભારત સહિતના કોઈ પણ દેશની ફાર્મા કંપનીઓએ અમેરિકાના બજારમાં જિનરિક દવાઓ વેચવી હોય તો અમેરિકામાં જ દવાઓ બનાવવી પડશે ને પછી જ અમેરિકામાં વેચી શકાશે.

બીજા દેશમાં દવા બનાવીને અમેરિકામાં વેચવી હોય તો જંગી ટેરિફ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. ટ્રમ્પની જાહેરાત બહુ મહત્ત્વની છે પણ તેનાથી ભારતે ગભરાવાની જરૂૂર નથી. પહેલું કારણ એ કે, ટ્રમ્પની જાહેરાતનો અમલ બે વર્ષ પછી એટલે કે, 1 ઓગસ્ટ 2028થી થવાનો છે ને બે વર્ષમાં ઘણું બધું બદલાઈ શકે છે. ડોનલ્ડ ટ્રમ્પ 2025ના જાન્યુઆરીમાં બીજી વાર પ્રમુખ બન્યા તેથી તેમની મુદત 2029ના જાન્યુઆરીમાં પૂરી થશે. મતલબ કે, ટ્રમ્પ પ્રમુખપદે હશે ત્યારે જ 100 ટકા ટેરિફનો અમલ શરૂૂ થઈ જશે પણ એ પહેલાં બંને દેશોના સંબંધોમાં સુધારો થાય તો આ ટેરિફ મોકૂફ રહી શકે અથવા તો ભારતીય કંપનીઓને તેમાંથી મુક્તિ મળી શકે છે. ટ્રમ્પ પોતે તળિયા વિનાના લોટા જેવા છે એ જોતાં એ પોતે પણ પલટી મારી શકે છે.

અમેરિકા અને ભારત વચ્ચેનો ટ્રેડ ડીલ અમેરિકાની ભારતમાં તેની કૃષિ-ડેરી પ્રોડક્ટ્સને મોકળું મેદાન આપવાની -જીદના કારણે અટવાયેલું છે. ભારત પોતાનાં હિતોને કારણે -અમેરિકાની આ વાત માની શકે તેમ નથી તેથી ટ્રમ્પ ભારતને -બીવડાવવા માટે આ જિનરિક દવાઓ પર ટેરિફનું તૂત લઈ ? આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *