પત્નીના ત્રાસથી કંટાળી પતિએ રાંદરડા તળાવમાં છલાંગ લગાવી

શહેરના નવલનગરમાં રહેતા યુવાને પત્નીના ત્રાસથી કંટાળી રાંદરડા તળાવમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા વાપરી…

શહેરના નવલનગરમાં રહેતા યુવાને પત્નીના ત્રાસથી કંટાળી રાંદરડા તળાવમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા વાપરી તેેને તાત્કાલીક બચાવી લઇ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મવડી મેઇન રોડ પર આવેલા નવલનગર શેરી નં.5માં રહેતા પ્રતાપ હસમુખભાઇ ઝરીયા (ઉ.વ.32) નામના યુવાને આજે સવારે યુવરાજનગર પાછળ આવેલા રાંદરડા તળાવમાં કુદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે, ત્યા હાજર સ્થાનિક લોકો જોઇ જતા ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક લોકોએ તેને બચાવી લઇ પાણીમાંથી બહાર કાઢયો હતો અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર પ્રતાપ ત્રણ ભાઇ એક બહેનમાં નાનો અને કુરીયરમાં કામ કરતો હતો. તેને સંતાનમાં બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. વધુ તપાસમાં પત્ની કીરણબેન દરરોજ ઝઘડો કરતી હોય જેથી પત્નીના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યાનું જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *