રાજકોટ શહેરના વોર્ડ નં.16માં કોઠારિયા રોડ ઉપર આવેલ ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંતધારાનો યોગ્ય અમલ થતો નહીં હોવાની આ સોસાયટીના રહેવાસીઓએ કલેક્ટર તથા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
રજૂઆતમાં જણાવેલ છે કે, અમારા વિસ્તારમાં ઘણા સમયથી રાજ્ય સરકાર દ્વારા અશાંતધારાનો કાયદો લાગુ કરેલ છે પરંતુ આ કાયદાનું યોગ્ય પાલન થતું નથી.
આ કાયદા લાગુ પડ્યા બાદ કાયદાનું ઉલ્લંઘન કરી અને મકાનનું વેચાણ થયેલ હોય એ તમામ પર યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે. અમુક વકીલો તેમજ નોટરી ઓ દ્વારા ગેરમાર્ગે દોરી અને અશાંતધારાનું ઉલ્લંઘન કરતા હોવાનો આક્ષેપ કરી આવા વકીલોને યોગ્ય સૂચના ઓ આપી આ કાર્ય હવે થી આગળના વધે તેવા પગલા ભરવા જણાવાયુ છે. આ ઉ5રાંત ન્યૂ કેદારનાથ સોસાયટી આશરે 35 વર્ષ જૂની હોય સોસાયટી રેગ્યુલાઈઝડ કરવા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી હતી.
