બહેન-બનેવી અને મોટાભાઈએ વારસાઈ મિલકતમાં ભાગ માંગતા બ્રોકરે ફિનાઈલ પીધું

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા અને કાર લે-વેચના ધંધાર્થીને મૃતક એએસઆઇ પિતાની વારસાઈ મિલકત મુદ્દે બહેન-બનેવી અને મોટાભાઈ ભાગ માંગી ત્રાસ આપતા…

શહેરમાં કોઠારીયા રોડ પર આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા અને કાર લે-વેચના ધંધાર્થીને મૃતક એએસઆઇ પિતાની વારસાઈ મિલકત મુદ્દે બહેન-બનેવી અને મોટાભાઈ ભાગ માંગી ત્રાસ આપતા હોવાના આક્ષેપ સાથે ફીનાઇલ પી લીધું હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ પર આવેલી સીતારામ સોસાયટીમાં રહેતા અને કાર લે-વેચનું કામ કરતા અમીનભાઈ હુસેનભાઇ કાયાણી નામનો 29 વર્ષનો યુવાન સાંજના છએક વાગ્યા અરસામાં પોતાના ઘરે હતો ત્યારે ફિનાઈલ પી લીધું હતું યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પ્રાથમિક પૂછપરછમાં અમીન કાયાણી કાર લે-વેચનું કામ કરે છે અને તેના પિતા જામનગરમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા અને નિવૃત્ત થયા બાદ 2025 માં તેમનું અવસાન થયું હતું. પિતાને મળેલા હક્ક-હિસાના નાણા અને વારસાઈ મિલકતમાં મોટાભાઈ અમિત કાયાણી, બનેવી ગુલાબ અને બહેને ભાગ માંગી ત્રાસ આપતા હોવાથી અમિત કાયાણીએ ફિનાઈલ પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *