રાજ્યમાં ચાંદીપુરાના 57 શંકાસ્પદ કેસ પૈકી 10ના પોઝિટિવ રિપોર્ટ

હાલમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેને પગલે સમગ્ર આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ શંકાસ્પદ…

હાલમાં ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેને પગલે સમગ્ર આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ શંકાસ્પદ કેસનો આંકડો 57 પર પહોંચ્યો છે, જેમાંથી 10 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં ભાવનગર અને જામનગરમાં બે બાળકોના મૃત્યુ પણ થયા છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂૂ કરી દેવામાં આવ્યો છે.

આ સાથે જ તંત્ર દ્વારા વાલીઓને ખાસ અપીલ કરવામાં આવી છે કે જો બાળકોમાં તાવ, ઉલ્ટી કે અન્ય કોઈ પણ લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વગર તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ચાંદીપુરા વાયરસના કારણે સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. અત્યાર સુધીમાં ભાવનગર અને જામનગરમાં આ વાયરસના કારણે બે બાળકોના દુ:ખદ મૃત્યુ નોંધાયા છે. રાજ્યભરમાં કુલ શંકાસ્પદ કેસનો આંકડો 57 પર પહોંચી ગયો છે. લેબોરેટરી ટેસ્ટિંગ દરમિયાન અત્યાર સુધીમાં 10 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જેના લીધે તબીબી આલમમાં દોડધામ મચી ગઈ છે.

વાયરસના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં અને ખાસ કરીને જ્યાં રેતીની માખીઓ વધારે જોવા મળે છે ત્યાં જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂૂ કરી દેવાયો છે. ગામડાંઓ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને સર્વે કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *