ભગવતીપરામાં 6 મહિના પૂર્વે જ પરણેલી નવોઢાનો આપઘાત

શહેરના ભગવતીપરામાં રહેતી અને છ મહીના પૂર્વે જ પરણેલી નવોઢાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી…

શહેરના ભગવતીપરામાં રહેતી અને છ મહીના પૂર્વે જ પરણેલી નવોઢાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામાં મદ્રેસાની સામે રહેતી રૂમીના સલીમભાઇ બાવનકા (ઉ.વ.28) નામની પરિણીતાએ આજે બપોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહીં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોધ કરી બી ડીવીઝન પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકના લગ્ન હજુ છ મહીના પહેલા જ થયા હતા. તેણે આ પગલું શા માટે ભરી લીધું તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *