રાજકોટમાં બાંધકામ કોન્ટ્રાક્ટરની ફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલી લાશ મળી

પત્ની રિસામણે ચાલી જતા યુવાન ચાર વર્ષથી પરિવારથી અલગ રહેતો’તો: આપઘાતનું કારણ અકબંધ રાજકોટમાં રહેતા બાંધકામના કોન્ટ્રાક્ટરની પત્ની ચાર વર્ષથી રિસામણે ચાલી જતા બાંધકામ કોન્ટ્રાક્ટર…

પત્ની રિસામણે ચાલી જતા યુવાન ચાર વર્ષથી પરિવારથી અલગ રહેતો’તો: આપઘાતનું કારણ અકબંધ

રાજકોટમાં રહેતા બાંધકામના કોન્ટ્રાક્ટરની પત્ની ચાર વર્ષથી રિસામણે ચાલી જતા બાંધકામ કોન્ટ્રાક્ટર પરિવારથી અલગ રહેતો હતો. એકલવાયુ જીવન જીવતા કોન્ટ્રાક્ટરની પોતાના જ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલી લાશ મળી આવતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં પટેલનગર મેઇન રોડ પર ઓમનગરમાં આવેલ મુરલીધર શેરી નં.10માં રહેતા પાર્થ ભગવાનજીભાઇ પિત્રોડા નામના 29 વર્ષના યુવકની પોતાના જ ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં કોહવાયેલી લાશ મળી આવી હતી.

ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક પાર્થ પિત્રોડા ચાર બહેનનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો આધાર સ્ભંથ પુત્ર હતો. પાર્થ પિત્રોડા બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. પાર્થ પિત્રોડાની પત્ની જાનકીબેન ગૃહકંલેશના કારણે ચાર વર્ષથી માવતરે રિસામણે બેઠી છે. પત્ની રિસામણે ચાલી જતા પાર્થ પિત્રોડા પરિવારથી અલગ રહેતો હતો અને એકલવાયુ જીવન જીવતો હતો.

પાર્થ જયા રહેતો હતો. ત્યાનુ એડ્રેસ પણ પરિવારને આપતો ન હતો. પાર્થ પિત્રોડાએ બે-ત્રણ દિવસ પૂર્વે પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કોહવાયેલી લાશને દૂર્ગંધ આવતા પાડોશીએ પોલીસને જાણ કરતા પાર્થ પિત્રોડાનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે તાલુકા પોલીસે નોંધ કરી યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *