મેટોડામાં રૂપિયા મુદ્દે દંપતી વચ્ચે ડખ્ખો થતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું

ભગવતીપરામાં છોકરા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્નીએ એસિડ ગટગટાવ્યું મેટોડામાં દંપતિ વચ્ચે રૂપિયા મુદ્દે ઝઘડો થતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર…

ભગવતીપરામાં છોકરા બાબતે પતિ સાથે ઝઘડો થતા પત્નીએ એસિડ ગટગટાવ્યું

મેટોડામાં દંપતિ વચ્ચે રૂપિયા મુદ્દે ઝઘડો થતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મેટોડા જીઆઈડીસીમાં આવેલ અંજલી પાર્કમાં રહેતી મંજુબેન ધનસુખભાઈ જેઠવા (ઉ.40) પોતાના ઘરે હતી
ત્યારે સાંજના સમયે ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી.

પ્રાથમિક પુછપરછમાં ધનસુખભાઈ જેઠવાને પીએફના રૂા.45000 આવ્યા હતાં. જેથી મંજુબેને રૂપિયાની માંગણી કરતાં ધનસુખભાઈ જેઠવાએ 10 હજાર આપ્યા હતાં. જે રૂપિયા ઓછા પડતાં બન્ને વચ્ચે ઝઘડો થતાં ફિનાઈલ પી લીધાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં ભગવતીપરા વિસ્તારમાં રહેતી કમલબેન ઘનપાલભાઈ દિવાકર નામની 28 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે છોકરા મુદ્દે પતિ સાથે ઝઘડો થયો હતો. પતિ સાથે થયેલા ઝઘડાથી માઠુ લાગી આવતાં કમલબેને એસિડ પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *