વેરાવળમાં કોળી પરિવારના સામાજિક બહિષ્કારથી વિવાદ

વેરાવળના ભીડીયા કોળી સમાજના બે પરિવારો દ્વારા સામાજિક બહિષ્કાર અંગે જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર ને લેખીત ફરીયાદ કરેલ છે. આ અંગે એક પીડિત પરીવારના…

વેરાવળના ભીડીયા કોળી સમાજના બે પરિવારો દ્વારા સામાજિક બહિષ્કાર અંગે જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર ને લેખીત ફરીયાદ કરેલ છે. આ અંગે એક પીડિત પરીવારના રાહુલ ચુનીલાલ રાઠોડ દ્વારા કલેક્ટર અને જિલ્લા પોલીસવડા ને કરેલી લેખિત રજૂઆતમાં પોતાની તથા પરિવારની સુરક્ષા સાથે સામાજિક બહિષ્કારમાંથી મુક્તિ અપાવવા અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે જયારે બીજા પરીવારના દક્ષાબેન અશોકભાઇ રાઠોડ દ્વારા સામાજીક બહિષ્કાર, ધંધાકીય પ્રતિબંધ, માનસીક ત્રાસ તથા આર્થીક દંડની કામગીરી અંગે યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરેલ છે.

આ અંગે રાહુલ રાઠોડ દ્વારા કરાયેલી લેખીત રજૂઆતમાં જણાવ્યા મુજબ તેમણે આશરે એક વર્ષ પહેલાં માઢવાડ કોળી સમાજની યુવતી ભાવના નાનજી સોલંકી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નને ભીડિયા કોળી સમાજના આગેવાનોએ સમાજના રિવાજો અને બંધારણના ઉલ્લંઘન તરીકે ગણાવી તેમને અને તેમના પરિવારને સમાજબાર (જ્ઞાતિબાર) મૂકવાનો નિર્ણય કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ લેખીત ફરિયાદમાં જણાવેલ કે, સામાજિક બહિષ્કારને કારણે પરિવારના અન્ય સગા-સંબંધીઓ સાથેના વ્યવહારો પણ પ્રભાવિત થયા છે. વધુમાં, પરિવારની આજીવિકાનું મુખ્ય સાધન ફિશિંગ બોટ હોવા છતાં બોટને કાંઠે ચઢાવવા અથવા તેની મરામત માટે સમાજ તરફથી મંજૂરી આપવામાં આવતી નથી. જેના કારણે માછીમારીનો વ્યવસાય ખોરવાઈ રહ્યો છે અને પરિવારને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.

રાહુલ રાઠોડના જણાવ્યા મુજબ, સમાજના પટેલ અને પંચના સભ્યો દ્વારા ગેરબંધારણીય રીતે સામાજિક બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે પરિવારની મહિલાઓએ અગાઉ રાષ્ટ્રીય મહિલા આયોગમાં પણ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ગુજરાત રાજ્ય મહિલા આયોગે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગને જરૂૂરી કાર્યવાહી કરવા માટે પત્રવ્યવહાર કર્યો હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખ છે. તેમ છતાં હજુ સુધી કોઈ અસરકારક ન્યાય મળ્યો ન હોવાનું પરિવારનું કહેવું છે. આથી પરિવારે ફરી એકવાર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી સામાજિક બહિષ્કાર બંધ કરાવવા, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે.

દક્ષાબેન દ્વારા રજૂઆતમાં વધુમાં જણાવેલ કે, પરિવારના મોભી સમાજની આફીસે ત્રણ વાર રૂૂબરૂૂ જઈ સમાજના આગેવાનો સભ્યોની હાજરીમાં ગેરસમજ ના થાય તે માટે માફી પણ માગેલ અને દંડની રકમ રૂૂા.10,000 ની જગ્યા એ રૂૂા.5,000 ભરવા સહમતી દર્શાવી હતી.

પરંતુ સમાજ દ્રારા અમારી પરિસ્થિતી ને ધ્યાને લીધા વગર નકકી કરેલ દંડ તથા કાર્યવાહી પર મકકમ રહી અમારી આર્થિક આવકના સ્ત્રોત પર પ્રતિબંધ મુકી ધંધા રોજગાર છીનવી લઇ પરિવારનો સામાજીક બહિષ્કાર કરતા આર્થિક વ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો છે અને જીવન નિર્વાહ ચલાવવુ ખુબ જ મુશ્કેલ બનેલ હોવાનું જણાવી અમારી રજૂઆતને ધ્યાને લઇ યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *