ગાંધીગ્રામમાં યુવતીએ પ્રેમ સંબંધના કારણે ડિપ્રેશનમાં ફિનાઈલ પી હાથમાં બ્લેડથી કાપા માર્યા

શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધના કારણે ડિપ્રેશનમાં આવી જતા ફીનાઇલ અને જ્વલનશીલ પ્રવાહી પી પોતાના જ હાથમાં બ્લેડ વડે કાપા મારી લીધા હતા.…

શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધના કારણે ડિપ્રેશનમાં આવી જતા ફીનાઇલ અને જ્વલનશીલ પ્રવાહી પી પોતાના જ હાથમાં બ્લેડ વડે કાપા મારી લીધા હતા. યુવતીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતી પોતાના ઘરે હતી ત્યારે મધરાત્રે ફિનાઈલ અને જવલનશીલ પ્રવાહી મિક્સ કરી પી લીધું હતું અને બાદમાં પોતાની જાતે હાથમાં બ્લેડ વડે કાપા મારી લીધા હતા. યુવતીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે અને યુવતી ધો.9માં ભણતી હતી ત્યારથી તેને એક છોકરા સાથે પ્રેમ પાંગર્યો હતો જે પ્રેમ પ્રકરણના ડિપ્રેશનમાં આવી જઇ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં હસનવાડીમાં રહેતા મનીષભાઈ નરૂૂભાઈ સોલંકી નામના 53 વર્ષના આધેડે ગાયત્રીનગર બસ સ્ટેશન પાસે હતા ત્યારે રાત્રિના સમયે દારૂૂના દશામાં ફિનાઈલ પી લીધું હતું. આધેડની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *