રાજકોટમાં ગંદકી સબબ છ મીટશોપ સંચાલકો દંડાયા

નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી આ ભેળસેળ અટકાવવા માટે રાજકોટ મહાનગર પાલિકાએ કમર કસી હતી ત્યારબાદ હવે નિવાસી અધિક કલેક્ટર દ્વારા ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ…

નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી આ ભેળસેળ અટકાવવા માટે રાજકોટ મહાનગર પાલિકાએ કમર કસી હતી ત્યારબાદ હવે નિવાસી અધિક કલેક્ટર દ્વારા ફૂડ એન્ડ સેફ્ટી એક્ટ અંતર્ગત એક મોટી કાર્યવાહી કરી છ ધંધાર્થીઓને કુલ 60 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શહેરના અનેક સ્થળો અને દુકાનોમાંથી ફૂડ સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે અને હવે આ બધામાંથી ગંદકીના કારણે છ જેટલા ધંધાર્થીઓને ત્યાંથી લીધેલા નમૂનાઓ ફેઈલ થયા હતા તમામને અલગ અલગ દંડ ફટકારવામાં આવ્યો છે.પરા બજાર અને કુવાડવા વિસ્તારમાં અત્યંત ગંદકી તેમજ અસ્વચ્છ પરિસ્થિતિ માં અને વગર સ્ટેમ્પ વાળું મીટ તેમજ ચિકન વેચતા 6 વેપારીઓ ઝડપાયા છે.

આ તમામ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને પ્રત્યેકને ₹10,000 લેખે કુલ રૂૂપિયા 60,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં નાસીર હુસેન માંડલીયા (વસીલા મટન શોપ, કુવાડવા, પરા બજાર)ને રૂૂ.10 હજાર, જાકીર યુસુફભાઇ ચૌહાણ (શાલીમાર મટન શોપ, કુવાડવા, પરા બજાર, રાજકોટ)ને રૂૂ.10 હજાર, સલીમ કરીમભાઇ માંડલીયા (એ વન ફ્રેશ મીટ, કુવાડવા, પરા બજાર, રાજકોટ)ને રૂૂ.10 હજાર, મહેબુબ આમદભાઇ માંડલીયા (તકદીર મટન, કુવાડવા, પરા બજાર, રાજકોટ)ને રૂૂ.10 હજાર, ફરીદભાઇ તૈયબભાઇ શીકારા (ફરીદ ચીકન, કુવાડવા, પરા બજાર, રાજકોટ)ને રૂૂ.10 હજાર, ફિરોજભાઇ મેમણ (જી.એન. ચીકન, કુવાડવા, પરા બજાર, રાજકોટ)ને રૂૂ.10 હજાર સહિત કુલ 60 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *