મોરબીના વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સામનો કરવા જતાં એક નિવૃત્ત પોલીસ અધિકારી અને તેમના પરિવાર પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મોરબીના વાવડી રોડ પર આવેલ મીરા પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત ASI મહેન્દ્રસિંહ નાથુભા ઝાલાએ ત્યાં જ રહેતા આરોપી રૂૂત્વિક ધિરૂૂભાઈ બાવાજી, સુલતાન સિહં, મહેન્દ્રસિંહ રાણ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિના દીકરા પોતાની શેરીના ચોકમા આરોપીઓને જુગાર તથા દારૂૂની ગેરકાયદેસર પ્રવૃતી કરવાની ના પડતા આરોપીઓ એકદમ ઉશકેરાઈ જઈ ફરીયાદિના દીકરાને લોખંડના પાઈપ વડે મારા મારવા જાતા ફરીયાદી વચ્ચે છોડાવવા જતા ફરીયાદીને ડાબા હાથે લોખંડના પાઇપનો ઘા મારી તથા ફરીયાદિ તથા સાથી કુલદીપસિંહને ઢીકા પટુનો મારી ફરીયાદી તથા સાથીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘેટા-બકરા લઇને જતી કાર ઝડપાઇ
કચ્છથી માળિયા થઈને રાજકોટ ઇકો ગાડીમાં ખીચોખીચ ભરી 23 ઘેટાને કતલખાને ધકેલાતા હોવાની માહિતી મળતા ગૌ રક્ષકોની ટીમે માળિયા હાઈવે પર વોચ ગોઠવી લઈને અબોલ જીવોને બચાવી લઈને એક ઈસમને ઝડપી લીધો છે. મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ગૌરક્ષાને માહિતી મળી હતી કે, કચ્છથી માળિયા-મોરબી થઈને રાજકોટ બાજુ કતલ કરવાના ઇરાદે 23 જીવને ઇકો નંબર GJ. 03 LR 5449 ગાડીમાં ભરીને લઇ જવામાં આવી રહ્યા છે જેથી ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને તપાસ કરતા જીવ નાના મોટા ઘેટા ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવતા હોય, વાહન ચાલકની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે અડધા મોરબી શક્તિ ચોકમાં ઉતારવાના હતા અને બાકીના રાજકોટ લઇ જવાના હતા જેથી ગૌરક્ષકોની ટીમે આરોપી અને મુદામાલ પોલીસને સોપ્યો હતો અને કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
