બેંકની રૂ.4 કરોડથી વધુની બાકી વસૂલાત: સંતકબીર રોડ પર આવેલ મકાન સીલ

રાજકોટ શહેરમાં બેંકમાંથી કરોડો રૂૂપિયાની લોન લઈને પરત ન ચૂકવનારા ડિફોલ્ટરો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આઈ.ડી.એફ.સી. ફર્સ્ટ બેંકની રૂૂ.…

રાજકોટ શહેરમાં બેંકમાંથી કરોડો રૂૂપિયાની લોન લઈને પરત ન ચૂકવનારા ડિફોલ્ટરો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આઈ.ડી.એફ.સી. ફર્સ્ટ બેંકની રૂૂ. 4 કરોડથી વધુની રકમની વસૂલાત માટે રાજકોટ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઘી સિક્યુરાઈઝેશન એક્ટ અંતર્ગત સંતકબીર રોડ પર આવેલી એક રહેણાંક મિલકતનો કબજો લઈને બેંકના અધિકૃત અધિકારીને સોંપવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તા. 27/07/2017 સુધીની બાકી પડતી લહેણી રકમ રૂૂ. 4,03,37,926.73 અને ત્યારબાદના ચડત વ્યાજની વસૂલાત માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મેસર્સ ઓકે મેચિંગ સેન્ટર કલ્પેશ કાપડીયા રામસિંગભાઈ લક્ષ્મણભાઈ મકવાણા પરેશભાઈ આર. કાપડીયા સુશીલાબેન આર. મકવાણા વહીવટી તંત્ર દ્વારા જે મિલકતનો કબજો લેવાયો છે, તે “અનમોલ પેલેસ”, 1-ગઢીયાનગર, શેરી નં. 2, સંતકબીર રોડ, રાજકોટ ખાતે આવેલી છે. સીટી સર્વે નં. 12 માં સીટી સર્વે નં. 5430 પૈકી શ્રી ગઢીયાનગર કો.ઓ.હા.સો.લી. વિસ્તારમાં આવેલ પ્લોટ નં. 20 પૈકીની જમીન (ચો.વા. 76-19 / ચો.મી. 64-70) તથા તેના ઉપરનું મકાન રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ (અનુ.નં. 1123, તા. 30/01/1995) મુજબ સુશીલાબેન રામસિંગભાઈ મકવાણાના નામે નોંધાયેલ છે.

આ મિલકત ઉપર રાજકોટ કલેક્ટર દ્વારા ’ઘી સિક્યુરાઈઝેશન એન્ડ રીક્ધસ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સીય એસેટસ એન્ડ એરફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એકટ-2002’ તળે સિક્યોર્ડ એસેટનો કબજો લેવા બાબતનો હુકમ (કેસ નં. 231/2019) તા. 07/01/2020 ના રોજ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *