શાપર વેરાવળમાં ઉંધો ગેસ ચડતા યુવતીનું નીપજ્યું મોત

શહેરની ભાગોળે આવેલા શાપર-વેરાવળમાં રહેતી યુવતીએ રાત્રે નોનવેજની મીજબાની માણયા બાદ સવારે દહીં રોટલી ખાધી હતી. ત્યારે બાદ તેની તબિયત લથડતા ઉંઘો ગેસ ચડતા સારવાર…

શહેરની ભાગોળે આવેલા શાપર-વેરાવળમાં રહેતી યુવતીએ રાત્રે નોનવેજની મીજબાની માણયા બાદ સવારે દહીં રોટલી ખાધી હતી. ત્યારે બાદ તેની તબિયત લથડતા ઉંઘો ગેસ ચડતા સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું.

જાણવા મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં શાંતિધામ સોસાયટીમાં રહેતી પાયલ જેન્તીભાઇ મકવાણા (ઉ.વ.20)નામની યુવતી આજે બપોરે પોતાના ઘરે બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી શાપર પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક પાયલ એક ભાઇ ચાર બહેનમાં નાની અને તેના પિતા કડીયા કામ કરતા હોવાનુ જાણવા મળ્યુ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ પાયલે ગત રાત્રે નોનવેજ ખાધુ હતુ. ત્યાર બાદ આજે સવાર દહીં રોટલી ખાધા બાદ ઉંઘો ગેસ ચડતા તેની તબિયત લથડતા મોત થયુ હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *