અમદાવાદની નગરચર્યાએ નીકળ્યા જગન્નાથજી, રથયાત્રામાં ભાવિકોનું ઘોડાપૂર

અમદાવાદમાં આજે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે પ્રારંભ થયો હતો. પરંપરાગત પહિંદવિધિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને…

અમદાવાદમાં આજે અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાનો જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે પ્રારંભ થયો હતો. પરંપરાગત પહિંદવિધિ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથ ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો અને રથ સમક્ષ સોનાની સાવરણી વડે સફાઇ કરવાની પરંપરા નિભાવી હતી. આ પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરે પૂજન કર્યું હતું. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલાવેલો જાંબુ, દાડમ, કાકડી, કેરી અને ડ્રાયફૂટનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવ્યો હતો. રથયાત્રામાં હાથી, ઉંટગાડી, અખાડા, ભજન મંડળી અને ઢોલ મંડળીએ ભારે જમાવટ કરી હતી. લાખો ભાવિકો ભાવવિભોર બનીને રથયાત્રામાં જોડાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *