મહુવા પંથકમાંથી ચાર દિવસમાં છ દીપડા પાંજરે પૂરાતા લોકોમાં હાશકારો

બાંભણિયા ગામે બાળકનો શિકાર કરનાર દીપડી સહિત એક બચ્ચાને પાંજરે પૂરવામાં તંત્ર સફળ ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં દીપડાના હુમલા અને શિકારના બનાવ બાદ આ તેને…

બાંભણિયા ગામે બાળકનો શિકાર કરનાર દીપડી સહિત એક બચ્ચાને પાંજરે પૂરવામાં તંત્ર સફળ

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં દીપડાના હુમલા અને શિકારના બનાવ બાદ આ તેને પકડવાની સઘન ઝુંબેશમાં ચાર દિવસમાં છ દીપડા પકડવામાં વન વિભાગને સફળતા મળી છે. ત્રણ દિવસમાં ત્રણ દીપડા પકડ્યા બાદ આજે દુધાળા નં.2 ગામેથી આજે દીપડી તથા તેના બચ્ચાને પણ પાંજરે પૂરવામાં તંત્રને સફળતા મળી હતી.

મહુવા તાલુકાનાં બાંભણીયા ગામના જેન્તીભાઈ લલ્લુભાઈની વાડીમાં દીપડા દ્વારા પ્રકાશભાઈ ગોંડલિયા (ઉ.વ.8) રહે. બાંભણીયા, તા. મહુવા જી. ભાવનગરના બાળક નિત્ય પર દીપડાએ હુમલો કરતા ગંભીર ઈજા થતા મૃત્યુ થવાની ઘટના બની હતી. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી 10થી વધુ ટ્રેપ કેજ (પીંજરા) ગોઠવી રોજ સઘન સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દીપડા દુધાળા નં.2 ગામે હોવાની ટેલિફોનિક જાણ થતા વન વિભાગના સ્ટાફ દ્વારા તાત્કાલિક રાત્રી દરમિયાન દુધાળા નં.2 ગામમાં 2 ટ્રેપ કેજ (પીંજરા) અલગ અલગ જગ્યાએ મૂકી વન્યપ્રાણી દીપડા માદા જીવ-1 તથા દીપડા બચ્ચા જીવ-1 તા.13-7ના પીંજરે પૂરવામાં આવ્યા હતા. તેમજ અગાઉ બનાવ સ્થળ નજીકથી શંકાસ્પદ વન્યપ્રાણી દીપડા જીવ-2ને પકડી પાડવામાં આવ્યો હતો. આ બનાવની ગંભીરતાને ધ્યાને લેતા વન વિભાગ દ્વારા શંકાસ્પદ વન્યપ્રાણી દીપડા જીવ-3ને પાંજરે પૂરવા માટે વન વિભાગને સફળતા મળી છે.

તળાજા તાલુકાનાં કઠવા ગામે ગત તા. 25-6ના રોજ બાળકી ખુશી ગોતમભાઈ પરમાર ઉ.વ. 5 જ્યારે રાબેતા મુજબ તેઓના વાડીમાં રહેણાંક વાળા મકાન પાસે ખુલ્લા ખાટલો ઢાળી ખાટલા પર સુતા હતા તે દરમિયાન ત્યાં અચાનક વન્યપ્રાણી દીપડાએ સુતેલી બાળકી પર હુમલો કરેલો પરંતુ પરિવારના ધ્યાનમાં આવતા રાડો-પડકારાના અવાજથી સદ્નસીબે દીપડો બાળકીને મૂકીને નાસી ગયો હતો.

ત્યાર બાદ વન વિભાગે દીપડાને પકડવાની કવાયત હાથ ધરી હતી. બનાવ સ્થળ વાડી તેમજ તેની આસપાસની વાડીઓમાં અલગ અલગ 4 જેટલા પીંજરા ગોઠવવામાં આવ્યા હતા. છેવટે 18 દિવસની મહેનત પછી બાળકી પર હુમલો કરનારા દીપડાને પીંજરામાં પૂરવામાં આજ રોજ સફળતા મળી હતી. પ્રાથમિક તપાસ તેમજ આગળની કાર્યવાહી માટે મહુવા વન્ય જીવ રેન્જ હેઠળના વન્ય જીવ સારવાર કેન્દ્ર ગેબર મુકામે લઈ જવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *