જેતપર મોરબી રોડ પર પીપળી ગામ નજીક બાઈક ચાલક રોડ સાઈડમાં આવેલ ખાડામાં પડ્યો હતો બાઈક સહીત નીચે પડી જતા યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.મૂળ ધોરાજીના કલાણા ગામ હાલ મોરબીની ઉમા રેસીડેન્સીમાં રહેતા રૂૂમ્પાબેન ડેનીશભાઈ ડેડકીયા (ઉ.વ.28) વાળાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પતિ ડેનીશ રામજીભાઈ ડેડકીયા ગત તા. 09 ના રોજ પોતાનું બાઈક જીજે 36 એકે 5145 લઈને ઘરે જતા હતા ત્યારે મોટરસાયકલ પરથી કાબુ ગુમાવી દેતા જેતપર મોરબી રોડ પર પીપળી ગામ પાસે માનસધામ સોસાયટી પાસે રોડ સાઈડમાં આવેલ ખાડામાં મોટરસાયકલ સહીત નીચે પડી ગયા હતા જે અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પહોંચતા ફરિયાદીના પતિ ડેનીશનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
જાંબુડિયા ગામે કેબલ ચોરી
જાંબુડિયા ગામ નજીક આવેલ કારખાનામાં અજાણ્યા ચોર ઇસમોએ પ્રવેશ કરી ગોડાઉન બહાર ચાલુ ઇલેક્ટ્રિક લાઈનના 40 હજારની કિમતના 80 મીટર કેબલ વાયર કાપી ચોરી કરી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. મોરબીના એસપી રોડ પર ફ્લોરા 57 માં રહેતા અંકુરભાઈ ડાયાભાઇ કગથરા (ઉ.વ.44) વાળાએ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની ભાગીદારી પેઢીના જાંબુડિયા ગામની સીમમાં આવેલ રોલેકસ સ્પ્રે ડાયલ નામના મારબલ કારખાનામાં ગત તા. 05-07 ના રાત્રીના દશથી અગિયાર વાગ્યાના સમયમાં અજાણ્યા ચોર ઇસમોએ ચોરી કરવાના ઈરાદે કારખાનાની દીવાલ કુદીને પ્રવેશ કર્યો હતો.કારખાનાના ગોડાઉન બહાર ચાલુ ઇલેક્ટ્રિક લાઈનમાં લગાવેલ 10 એમ.એમ. કેબલ વાયર અંદાજે 80 મીટર કીમત રૂૂ 40 હજાર તોડી કાપી ચોરી કરી ગયા હતા કક્ર્હાનામાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા બે ઈસમો કેમેરામાં નજરે ચડ્યા હતા મોરબી તાલુકા પોલીસે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
