હોર્મુઝમાં ચાંચિયાગીરી: ઇરાને કહ્યું, અમે જ સાચા રખેવાળ, અમેરિકા કરતાં ઓછી ફી લેશું

ટ્રમ્પના 20 ટકા ફી લેવાના નિર્ણયનો વિરોધ કરતું આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ સંગઠન અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ ખાડીના રખેવાળ બની જહાજોને સુરક્ષિત પાર કરાવવા 20 ટકા…

ટ્રમ્પના 20 ટકા ફી લેવાના નિર્ણયનો વિરોધ કરતું આંતરરાષ્ટ્રીય મેરીટાઇમ સંગઠન

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ ખાડીના રખેવાળ બની જહાજોને સુરક્ષિત પાર કરાવવા 20 ટકા ફી લેવાની જાહેરાત કરી છે. બીજી તરફ ઇરાને કટાક્ષમાં કહ્યું કે અમેરિકન પ્રમુખ બિલકુલ સાચા છે ખાડી માર્ગમાંથી સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવવા કોઇપણ ચાર્જ લે તો એ વાજબી કહેવાય. ઇરાની વિદેશમંત્રીએ મથકમાં પણ જાણે ઓફર કરતા હોય તેમ કહ્યું કે અમે ન્યાયી રહીને એનાથી પણ ઓછી ફી લેશું.
ફેબ્રુઆરીમાં યુધ્ધ શરૂ થયું ત્યારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી મુક્તપણે જહાજોની અવર જવર થતી હતી. હવે અમેરિકાને ઇરાનને કમાણીનો રસ્તો બતાવવા સાથે પોતે પણ આ ચાંચિયાગીરીમાં ઝુકાવ્યું છે.

વૈશ્વિક શિપિંગ ધોરણો માટે જવાબદાર સંયુક્ત રાષ્ટ્રની એજન્સી, ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન (ઈંખઘ) એ આંતરરાષ્ટ્રીય સામુદ્રધુનીઓ માટે ફરજિયાત પરિવહન ફી લાગુ કરવાનો વિરોધ કર્યો છે.
જો કે ટ્રમ્પે આ પ્રસ્તાવિત ફી કઇ રીતે લેવાશે તેનો ફોડ પાડયો નથી. જોક ે તેમણે જાહેર કર્યું છે કે આજે સાંજે 4 વાગ્યાથી ઇરાની બંદરોમાં પ્રવેશતા અને બહાર નીકળતા જહાજોની નાકાબંધી શરૂ થશે. તેમણે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા માર્ગોમાંથી એક, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ કાર્ગો પર 20 ટકા ચાર્જનો પ્રસ્તાવ મૂકીને ઈરાન સાથે વધતા સંઘર્ષમાં એક નવું પરિમાણ રજૂ કર્યું છે.

ટ્રમ્પે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ વ્યૂહાત્મક જળમાર્ગનું “રક્ષક” બનશે અને સ્ટ્રેટમાંથી પસાર થતા વાણિજ્યિક જહાજોને સુરક્ષા પૂરી પાડવાના ખર્ચ માટે વળતર આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *