મુંદ્રામાં લીલો ચારો ખાધા બાદ 30 ગૌ વંશના મોત

કચ્છ જિલ્લાના મુન્દ્રાના છસરા ગામે આવેલી જીવદયા કેન્દ્ર પાંજરાપોળમાં એકસાથે 30 ગાયોના મોત થયા છે.જેના કારણે પાંજરાપોળ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગાયના મોત થતા…

કચ્છ જિલ્લાના મુન્દ્રાના છસરા ગામે આવેલી જીવદયા કેન્દ્ર પાંજરાપોળમાં એકસાથે 30 ગાયોના મોત થયા છે.જેના કારણે પાંજરાપોળ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગાયના મોત થતા જીવદયા પ્રેમીઓમાં ભારે શોક અને અરેરાટીની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી વિગતો મુજબ, 13 જુલાઈના રોજ બપોરે પાંજરાપોળની ગાયોને નીલો ચારો આપવામાં આવ્યો હતો. ચારો આરોગ્યાના ગણતરીના કલાકોમાં ગાયોની તબિયત લથડી હતી. અને ખોરાકી ઝેરના અસરના લીધે ટપોટપ કરતા 30 ગાયના મોત નીપજ્યા હતા. જેને પગલે પાંજરાપોળના સંચાલકો અને સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

હજુ પણ અન્ય 3 ગાયોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જેમને બચાવવા માટે સ્થાનિક સ્તરે તાત્કાલિક સઘન સારવાર શરૂૂ કરી દેવામાં આવી છે. ઘટનાની ભયાવહતા અને ગંભીરતાને જોતા પાંજરાપોળ તંત્ર દ્વારા તાકીદે ’ગૌસેવા આયોગ’ને આ અંગે લેખિત જાણ કરવામાં આવી હતી. જેના પગલે આયોગની ખાસ તબીબી ટીમ તપાસ માટે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. વેટરનરી ડો. નિલેશ ડંગેરાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાયોના મોતમાં પ્રાથમિક દ્રષ્ટિએ લીલા ચારામાં ઝેરી અસર મુખ્ય કારણ હોવાનું જણાય છે.

હાલમાં પશુપાલન વિભાગ દ્વારા મૃત ગાયોના સેમ્પલ લઈ તેમનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ગાયોના મોત નીલા ચારામાં કોઈ અજાણતા આવેલી ઝેરી અસરના કારણે થયા છે કે પછી અન્ય કોઈ ગંભીર બીમારી ફેલાવાને લીધેતે ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *