સારા સાથે અફેરની વાતો વચ્ચે ગિલની તન્વી શાહ સાથેની તસવીર વાયરલ

ટીમ ઇન્ડિયાના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલ વિમ્બલડનને લઈને ભારે ચર્ચામાં છે. શુભમન ગિલને રોયલ બોક્સમાં સચિન તેંડુલકર અને તેના પરિવાર સાથે બેસીને મેચ…

ટીમ ઇન્ડિયાના ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલ વિમ્બલડનને લઈને ભારે ચર્ચામાં છે. શુભમન ગિલને રોયલ બોક્સમાં સચિન તેંડુલકર અને તેના પરિવાર સાથે બેસીને મેચ જોતા સ્પોટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સારા તેંડુલકર પણ ત્યાં હાજર હતી, જેની સાથે અવારનવાર ભારતીય કેપ્ટનના અફેરની ચર્ચા થતી રહે છે. શુભમન સાથે વિમ્બલડનમાં તેના કેટલાક મિત્રો પણ ત્યાં હાજર હતા, આ દરમિયાન શુભમન ગિલની એક તસવીર ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં શુભમન ગિલ સાથે એક મિસ્ટ્રી ગર્લ ઊભેલી જોવા મળે છે. ગિલ સાથે જે છોકરી ઊભી છે તે એક જાણીતી સ્પોર્ટ્સ એન્કર અને પ્રેઝેન્ટર છે. આઈપીએલ સિવાય તેણે ઘણી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ જેવી કે ટી20 વર્લ્ડ કપ, વનડે વર્લ્ડ કપ અને ટેનિસ ટુર્નામેન્ટને કવર કરી છે.

આઈપીએલમાં પણ આ મિસ્ટ્રી ગર્લ શુભમન ગિલની ટીમને સપોર્ટ કરતી જોવા મળી છે. આ મિસ્ટ્રી ગર્લનું નામ તનવી શાહ છે, સ્પોર્ટ્સ પ્રેઝેન્ટર બની તે પહેલા તનવી એક પ્રોફેશનલ ટેનિસ ખેલાડી હતી. તે જુનિયર લેવલ પર ભારતની ટોપ રેન્કિંગ અન્ડર 16 કેટેગરીમાં નંબર 1 રહી ચૂકી છે. ટેનિસ છોડ્યા પછી તનવી કેટલાક સમય સુધી સ્પોર્ટ્સ એજન્ટ તરીકે કામ કર્યું. તનવીએ અબુ ધાબી ઝ10 લીગ, કેરેબિયન પ્રીમિયર લીગ, આઈપીએલ, વિમ્બલડન અને આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ને હોસ્ટ કે પ્રેઝેન્ટ કરી ચૂકી છે. તનવી પોતે એક એથલીટ રહી ચૂકી છે. એવામાં રમતની તેની ટેકનિકલ સમજ ઘણી શાનદાર છે. ઓન ફીલ્ડ પ્રેશરનો પણ તેને સારો અનુભવ છે, જે તેના લાઇવ કમેન્ટ્રી અને એન્કરિંગમાં સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ હાલ તે શુભમન ગિલને લઈને ભારે ચર્ચામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *