નવું રજિસ્ટ્રેશન પણ મફત, વિદ્યાર્થીઓને સરકારનો મલમપટ્ટો
પેપર લીકના આરોપો પછી NEET UG 2026 પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે રી-એક્ઝામ 21 જૂન 2026ના રોજ યોજાશે. વધુમાં, આગામી વર્ષથી NEET UG સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) અથવા ઑનલાઇન મોડમાં લેવામાં આવશે.
મંત્રીએ વિદ્યાર્થીઓની સુવિધા માટે અનેક મહત્વના નિર્ણયો જાહેર કર્યા છે: જેમાં પહેલાં જમા કરાયેલી પરીક્ષા ફી વિદ્યાર્થીઓને પરત આપવામાં આવશે. કોઈ વધારાની ફી ભરવાની જરૂૂર નથી. તેમજ નવું રજિસ્ટ્રેશન ફ્રી કરાશે. જેઓ પહેલાં અરજી કરી ચૂક્યા છે તેમને ફરીથી રજિસ્ટ્રેશન કરવું પડશે નહીં. નવા રજિસ્ટ્રેશન પણ મફત રહેશે. આ માટે 14 જૂન સુધીમાં તમામ વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ જારી કરી દેવામાં આવશે. વિદ્યાર્થીઓને પોતાની પસંદગીનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાની સુવિધા મળશે.
NEET UG 2026 રી-એક્ઝામમાં વિદ્યાર્થીઓને 15 મિનિટનો વધારાનો સમય આપવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર બાયોમેટ્રિક ચેકિંગ, ડિજિટલ નિગરાની અને સખત સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે જેથી ફરીથી કોઈ અનિયમિતતા ન થાય.
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, OMR શીટને કારણે આ સમસ્યા ઊભી થઈ છે. તેથી આગલા વર્ષથી પરીક્ષા સંપૂર્ણપણે કોમ્પ્યુટર આધારિત બનાવવામાં આવશે. ‘પરીક્ષા માફિયા’ સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વિદ્યાર્થીઓ માટે મોટી રાહત આ નિર્ણયો લાખો વિદ્યાર્થીઓ માટે મોટી રાહતનો વિષય છે. પેપર લીકના કારણે રદ્દ થયેલી પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓની માનસિક તનાવ ઘટાડવા અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સરકારે આ પગલાં ભર્યા છે. ઈઇઈં તપાસ ચાલુ છે અને દોષીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી થશે.
