રાજકોટમાં બજરંગ દળના કાર્યકર પર પોલીસ દ્વારા હુમલાનો આક્ષેપ: VHP દ્વારા કમિશનરને આવેદન

શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધવા બાબતે ઉભા થયેલા વિવાદમાં બજરંગ દળના કાર્યકરને પોલીસ દ્વારા માર મારવાની ઘટના સામે આવતા વિવાદ વકર્યો છે. આ…

શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધવા બાબતે ઉભા થયેલા વિવાદમાં બજરંગ દળના કાર્યકરને પોલીસ દ્વારા માર મારવાની ઘટના સામે આવતા વિવાદ વકર્યો છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક પીડિતા એક વિધર્મી યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવવા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન પહોંચી હતી. પીડિતાનો આક્ષેપ છે કે, પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદ લેવામાં આનાકાની કરવામાં આવી રહી હતી. ત્યારબાદ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવતા ફરિયાદ નોંધવાની ખાતરી આપવામાં આવી હતી.

આવેદનમાં જણાવ્યા મુજબ, જ્યારે કાર્યકરો પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે પી.આઈ. એ પીડિતાની ફરિયાદ નોંધવાને બદલે પોતાની રીતે ડ્રાફ્ટ કરેલું લખાણ વાંચવા આગ્રહ રાખ્યો હતો. આ સમયે બજરંગ દળના કાર્યકર હર્ષભાઈએ કાયદાનો હવાલો આપી પીડિતાની મરજી મુજબ જ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. આ બાબતે ઉશ્કેરાઈને પોલીસ સ્ટાફે હર્ષભાઈને અલગ રૂૂમમાં લઈ જઈ માર માર્યો હોવાનો ગંભીર આક્ષેપ છે. ઈજાગ્રસ્ત હર્ષભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

પોલીસે ઉલટું હર્ષભાઈ સામે જ ફરિયાદ નોંધી લેતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે. સંગઠનના હોદ્દેદારો મૌલીક દાવડા અને વિનય કારીયાએ આ મામલે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક પગલાં લેવા, સમગ્ર ઘટનાની તપાસ કરવા અને હર્ષભાઈ સામે નોંધાયેલી ’ખોટી’ ફરિયાદ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *