કાળીપાટે બે દિવસથી ગુમસુમ રહેતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

રાજકોટની ભાગોળે આવેલ કાળીપાટ ગામમાં 18 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા આજીડેમ પોલીસના સ્ટાફે કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.…

રાજકોટની ભાગોળે આવેલ કાળીપાટ ગામમાં 18 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા આજીડેમ પોલીસના સ્ટાફે કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.

બનાવની વિગત અનુસાર, કાળીપાટ ગામ મહાકાળી મંદિરની બાજુમાં પાણીના અવેડા ની બાજુમાં રહેતા જયેશ રાયાભાઈ સોસા (ઉ.વ. 18)એ ગઈકાલે સાંજે પોતાના ઘરે પતરા વાળી રૂૂમમાં લોખંડના એંગલમાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.સ્થળ પર પહોંચેલ 108ના ઇએમટી સમક્ષીબેન પારધીએ જોઈ તપાસી સ્થળ ઉપર જ જયેશને મૃત જાહેર કરી આજીડેમ પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ ધરજીયા અને રાઇટર જયપાલભાઈ સ્થળ પર દોડી ગયા હતા જરૂૂરી કાર્યવાહી કરીને મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના પીએમ રૂૂમ ખાતે ખસેડ્યો હતો. પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે,જયેશનો પરિવાર મૂળ જસદણ તાલુકાના ભાડલા નજીક આવેલ દહીસરા જામ ગામનો વતની છે.

છેલ્લા ચાર પાંચ વર્ષથી અહીં કાળીપાટમાં ખેતીની જમીન વાવવા માટે રાખે છે જયેશ અને તેના પિતા ખેતી કરતા હતા.જયેશ બહેનનો એકનો એક ભાઈ હતો.છેલ્લા બે દિવસથી તે ગુમસૂમ રહેતો હતો પરિવારજનો તેને પૂછતા હતા પરંતુ તે કંઈ જણાવતો નહોતો.જેથી પોલીસે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. એકના એક પુત્રનું મૃત્યુ નીપજતા પરિવારમાં શોક છવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *