જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ સોમવાર સુધી બાજવા સ્ટેશન સુધી જશે

વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 અને 5 ના એક્સટેન્શન ના સિવિલ વર્ક વગેરે કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે પ્રભાવિત થનારી રાજકોટ…

વડોદરા સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 અને 5 ના એક્સટેન્શન ના સિવિલ વર્ક વગેરે કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે પ્રભાવિત થનારી રાજકોટ ડિવિઝન સંબંધિત ટ્રેનોમાં ટ્રેન નંબર 22959 વડોદરાજામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન તારીખ 11 જુલાઇ થી લઈને 13 જુલાઈ 2026 ના રોજ બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ (આંશિક રીતે શરૂૂ) કરવામાં આવશે તથા વડોદરા-બાજવા વચ્ચે રદ રહેશે અને ટ્રેન નંબર 22960 જામનગરવડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન તારીખ 11 જુલાઇ થી લઈને 13 જુલાઈ 2026 ના રોજ બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે તથા બાજવા-વડોદરા વચ્ચે રદ રહેશે.

મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરી શરૂૂ કરે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના (કોચ કમ્પોઝિશન) અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *