સોમનાથના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરની ઘટ; દર્દીઓ હેરાન પરેશાન

એકમાત્ર ડોક્ટર પર 300થી વધુ દર્દીઓનું ભારણ: તાત્કાલિક નિમણૂકની માંગ સોમનાથ- પ્રભાસ -પાટણમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર દવાખાનામાં ડોક્ટરોની જગ્યા ખાલી- પ્રજા- દર્દીઓ ત્રાહિમામ પ્રભાસ પાટણ…

એકમાત્ર ડોક્ટર પર 300થી વધુ દર્દીઓનું ભારણ: તાત્કાલિક નિમણૂકની માંગ

સોમનાથ- પ્રભાસ -પાટણમાં કોમ્યુનિટી હેલ્થ સેન્ટર દવાખાનામાં ડોક્ટરોની જગ્યા ખાલી- પ્રજા- દર્દીઓ ત્રાહિમામ પ્રભાસ પાટણ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ તીર્થની એકમાત્ર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર દવાખાનામાં ત્રણની જગ્યાએ માત્ર એક જ ડોક્ટર કેટલાક સમયથી હોવાથી પ્રજાને પ્રવાસી તીર્થયાત્રીઓને પારાવારા હાલાકી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે માથે ચોમાસુ અને ભારે વરસાદ સીઝન શરૂૂ થઈ ગયેલ છે ત્યારે એ ખાલી પડેલ બે ડોક્ટરોની જગ્યા તુરતજ ભરવા પ્રજા લાગણી છે.

આ હેલ્થ સેન્ટરમાં અંદાજે રોજના 250 થી 300 જેટલા ઓપીડી થાય છે મહિનામાં 20 જેટલી ડીલેવરી અને 300 દર્દિઓ દાખલ કરવામાં આવે છે 6 મહિનામાં 600 જેટલા મેડિકલ -લીગલ કેસો સારવાર અપાયેલ છે તેવી જ રીતે 1000થી વધારે ઇમરજન્સી કેઇસો પણ સારવાર અપાતી રહે છે પ્રભાસ હેલ્થ સેન્ટરમાં એક કાયમી ડોક્ટરની પણ જરૂૂર છે હાલ માત્ર એક જ ડોક્ટર હોય 24 કલાક રાઉન્ડ -ધ-કલોક ડોક્ટર શિફ્ટ સિસ્ટમ જે આઠ આઠ કલાકની હોય તે ખોરવાઈ ગઈ છે માટે તાકીદે ડોક્ટરોની ખાલી જગ્યા પૂરી દેવામાં આવે તો દર્દીઓને ગુણવત્તાયુક્ત અને દિવસ રાત તાકીદ અને ઇમર્જન્સી સારવાર મળતી રહે તેમ પ્રજા ઇરછે છે પ્રભાસપાટણ પાટણ આરોગ્ય કેન્દ્રમાં પ્રભાસપાટણ સોમનાથ સહિત આજુબાજુના ના ગ્રામ્ય વિસ્તારના લોકો સારવાર અર્થે આવે છે જે ધક્કા ખાયને પરત ફરે છે.

અત્યારે માત્ર એક કામચલાઉ ડોકટર છે તે પણ ગમે ત્યારે નિકળી શકે છે જેથી કાયમી ધોરણે એક ડોક્ટર ની જરૂૂર છે સોમનાથ મા ખુબજ મોટા પ્રમાણમાં યાત્રિકો પણ આવતા હોય છે અને આ યાત્રિકો ને પણ ઈમરજન્સી સારવાર ની જરૂૂરત પડે તો પ્રભાસપાટણ આરોગ્ય કેન્દ્રમાં આવે છે પરંતુ અત્યારે ડોક્ટર વગર ધરમ ના ધક્કા ખાયને વિલા મોઢે પરત ફરે છે સરકાર દ્વારા હોસ્પિટલમાં પુરતી સુવિધા ની વાતો કરે છે પરંતુ સોમનાથ યાત્રાધામ મા ડોક્ટર વગર લોકો હેરાન પરેશાન થાય છે જેથી તાત્કાલિક ધોરણે ડોક્ટર ની નિમણૂક કરવામાં આવે તેવી લોકો ની માંગણી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *