સોમનાથ પોલીસે રૂા.11.76 લાખના 1878 નંગ દારૂની બોટલો પર ફેરવ્યું બુલડોઝર

પાટણ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહીબીશન ના ગુન્હામા પકડાયેલ પ્રોહી મુદ્દામાલ સમયસર નાશ કરવા અંગે ઉચ્ચ અધિકારીઓ ની સુચના કરેલ હોય જે અન્વયે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક…

પાટણ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહીબીશન ના ગુન્હામા પકડાયેલ પ્રોહી મુદ્દામાલ સમયસર નાશ કરવા અંગે ઉચ્ચ અધિકારીઓ ની સુચના કરેલ હોય જે અન્વયે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.પીઠીયા એ નામદાર કોર્ટમાંથી પ્રોહીબીશનના ગુન્હાના મુદામાલ નાશ કરવા અંગેની મંજુરી મેળવી તા.07/07/2026 ના રોજ વેરાવળ ડીવિઝન ના ઈં/ઈ નાયબ પોલીસ અધિક્ષક એ.જી.જાદવ તથા પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.પિઠીયા દ્રારા વેરાવળ પ્રાંત અધિકારી તથા નશાબંધી વિભાગ ગીર સોમનાથના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની હાજરીમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાથી પ્રોહીબીશન ગુન્હામા પકડાયેલ ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂૂની અલગ-અલગ નાની-મોટી બોટલો નંગ કુલ.1878 કુલ કી.રૂૂ.11,76,570/- નો પ્રોહી મુદ્દામાલના નાશની કામગીરી કોર્ટના આદેશ તથા સંબંધિત કાયદા અને નિયમો મુજબ અધિકૃત સમિતિની હાજરીમાં ડાભોર ગામના ઓવરબ્રિજ નીચે હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું પંચનામું તૈયાર કરવામાં આવ્યું તેમજ જરૂૂરી ફોટોગ્રાફી વીડિયોગ્રાફી કરીને કાર્યવાહીનો રેકોર્ડ જાળવવામાં આવ્યો.જિલ્લા પોલીસ દ્વારા ગુજરાત પ્રોહિબિશન કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. ગેરકાયદેસર દારૂૂનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વેચાણ અને હેરફેર કરનાર તત્વો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *