1700 પોઇન્ટના કડાકા બાદ સેન્સેક્સમાં 550 પોઇન્ટની રિકવરી

ગઈકાલે શેર બજારમાં 1700 પોઇન્ટનો કડાકો બોલી ગયા બાદ આજે સવારે માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે આજે સવારે માર્કેટ ખુલતા ને સાથે જ 300 પોઈન્ટ…

ગઈકાલે શેર બજારમાં 1700 પોઇન્ટનો કડાકો બોલી ગયા બાદ આજે સવારે માર્કેટમાં સુધારો જોવા મળ્યો છે આજે સવારે માર્કેટ ખુલતા ને સાથે જ 300 પોઈન્ટ સેન્સેક્સ વધ્યો હતો જે દિવસ દરમિયાન 550 પોઈન્ટ ઉપર પહોંચ્યો હતો.નિફ્ટી પણ 160 પોઇન્ટ વધેલી જોવા મળી છે.

આજે શાનદાર રિકવરી બાદ સેન્સેક્સ ફરી 77000 ને પાર થયો હતો. જ્યારે નિફ્ટી પણ ₹24,000 ની સપાટી કુદાવી હતી. બેંક નિફ્ટી 400 પોઈન્ટ અને મિડકેપ નિફ્ટી પણ 600 અંક વધી છે. જોકે બપોર બાદ માર્કેટમાં થોડો ઘટાડો નોંધાયો હતો અને હાલ સેન્સેક્સ 365 અને નીતિન 90 પોઇન્ટ ઉપર જોવા મળી રહી છે.

આજે મીડિયા રિયલ્ટી અને ફાર્મા શેરમાં તેજી જોવા મળી છે.દરમિયાન ક્રૂડમાં એક ડોલરનો ઘટાડો થતાં હાલ ક્રૂડનો ભાવ 78.50 ડોલર જોવા મળી રહ્યો છે. સોના ચાંદીમાં આજે ખાસ વધતા જોવા મળી હતી સોનામાં 400 રૂૂપિયા અને ચાંદીમાં 1100 રૂૂપિયા નો ઘટાડો આજે જોવા મળ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *