લોર્ડ્સનું ક્રિકેટ સ્ટેડિયમ ક્રિકેટની રમતનું મક્કા ગણાય છે અને અહીં શુક્રવાર, 10મી જુલાઈએ (બપોરે 3.30 વાગ્યાથી લાઇવ) ભારત તથા ઇંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે ચાર દિવસીય ટેસ્ટ-મેચ શરૂૂ થશે અને એ સાથે મહિલા ક્રિકેટના ઇતિહાસમાં નવું પ્રકરણ શરૂૂ થશે જેમાં ભારતનું નામ અચૂક લખાશે.
માર્ચ, 1999 સુધી લોર્ડ્સમાં ક્રિકેટના ઘડવૈયા મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)માં તેમ જ પેવિલિયનમાં મહિલા પ્રેક્ષકોને આવવાની મનાઈ હતી, પરંતુ 27 વર્ષ બાદ હવે નેટ સિવર-બ્રન્ટના નેતૃત્વમાં ઇંગ્લેન્ડની મહિલા ટીમ શાનથી એ જ ઐતિહાસિક સ્થાનમાંથી (લોન્ગ રૂૂમમાંથી પસાર થઈને) મેદાન પર આવશે અને ભારત સામેનો ટેસ્ટ જંગ શરૂૂ કરશે.
લોર્ડ્સમાં પહેલી વખત પુરુષોની ટેસ્ટ જુલાઈ, 1884માં (142 વર્ષ પહેલાં) ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી જેમાં લોર્ડ હેરિસના સુકાનમાં ઇંગ્લેન્ડે બિલી મુર્ડોકની ઑસ્ટ્રેલિયન ટીમ સામે એક દાવ અને પાંચ રનથી વિજય મેળવ્યો હતો.
ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), શેફાલી વર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જેમિમા રોડ્રિગ્સ, યસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા, હર્લીન દેઓલ, ક્રાંતિ ગૌડ, પ્રિયા પુનિયા, સ્નેહ રાણા, રેણુકા સિંહ, સાયલી સતઘરે, નંદની શર્મા અને શ્રી ચરની.
ઇંગ્લેન્ડ: નેટ સિવર-બ્રન્ટ (કેપ્ટન), એમી જોન્સ (વિકેટકીપર), ટેમી બ્યૂમોન્ટ, લોરેન બેલ, હીધર નાઇટ, મારિયા બાઉચિયર, ઍલિસ કેપ્સી, ટિલી કોર્ટીન-કોલમેન, સોફી એકલ્સ્ટન, લોરેન ફ્લાયર, એમ્મા લેમ્બ, ગે્રસ પોટ્સ, એલનોર થે્રકેલ્ડ, મેડી વિલિયર્સ અને ઇસ્સી વોન્ગ.
