નવાગામમાં યુવાને માનસિક બીમારીથી કંટાળી ફાંસો ખાઈ કર્યો આપઘાતનો પ્રયાસ

શહેરમાં નવાગામ વિસ્તારમાં રહેતાં યુવાને માનસિક બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે…

શહેરમાં નવાગામ વિસ્તારમાં રહેતાં યુવાને માનસિક બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, નવાગામમાં રહેતાં જગદીશ ચોથાભાઈ વાઘાણી (ઉ.40) રાત્રીના સમયે પોતાના ઘરે હતો ત્યારે માનસિક બિમારીથી કંટાળી લાકડાની આડીમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ફાંસો ખાતા માતા જોઈ જતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં જામનગર રોડ પર તરઘડીયાના પાટીયા પાસે વિપુલભાઈ જેરામભાઈ અજાડીયા નામનો 35 વર્ષનો યુવાન અકસ્માત સબબ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *