વધુ 11 રેસ્ટોરન્ટમાંથી 122 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા…

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ખાણી-પાણીના ધંધાર્થીઓ વિરુદ્ધ તંત્ર દ્વારા સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન કુલ 11 પેઢીઓ અને રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી, જેમાં અખાદ્ય અને વાસી જથ્થો ઝડપાતા ભારે દોડધામ મચી જવા પામી હતી.

આરોગ્ય વિભાગની ટીમે સઘન ચેકિંગ દરમિયાન કુલ 122 કિલો અખાદ્ય અને વાસી ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં ખાસ કરીને એક્સપાયર થયેલી સામગ્રી, વાસી ગ્રેવી, પનીર, આઇસ્ક્રીમ અને નુડલ્સ જેવો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા એક પેઢીને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશન બાબતે કડક નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે કુલ રૂૂ. 13,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.

તપાસ દરમિયાન નીચે મુજબની મુખ્ય પેઢીઓમાંથી વાસી અને એક્સપાયર જથ્થો ઝડપાયો હતો જેમાં પીઝા ક્ધટ્રી કિચન (યુનિવર્સિટી રોડ): 14 કિલો એક્સપાયર પીઝા બેઝ, વાસી ગ્રેવી, પાસ્તા અને નુડલ્સનો નાશ કરી રૂૂ. 5,000નો દંડ વસૂલાયો. અમુલ પાર્લર જાગનાથ ચોક પાસે 45 કિલો એક્સપાયર આઇસ્ક્રીમ, ચોકલેટ, પનીર અને ફ્રોઝન સમોસાનો નાશ કરી રૂૂ. 3,000નો દંડ લેવાયો.માણેક ચોક સેન્ડવીચ એન્ડ પીઝા રેસકોર્સ 23 કિલો એક્સપાયર પીઝા બેઝ અને ડેટ વગરના આઇસ્ક્રીમનો નાશ કરી રૂૂ. 1,000નો દંડ વસૂલાયો.કટક બટક ફાસ્ટ ફૂડ નાણાંવટી ચોક 4 કિલો એક્સપાયર ફ્રોઝન સમોસા અને પીઝા બેઝનો નાશ કરી રૂૂ. 3,000નો દંડ લેવાયો.જૈન ફૂડ ઢેબર રોડ 12 કિલો વાસી મીઠાઈ અને સડેલા કેળાનો નાશ કરી રૂૂ. 1,000નો દંડ વસૂલાયો.દેવ ફાસ્ટ ફૂડ નિર્મલા રોડ 14 કિલો વાસી ચીઝ, ગ્રેવી અને સલાડનો નાશ કરી રૂૂ. 1,000નો દંડ લેવાયો.જય દ્વારકાધીશ ગોલાવાલા નિર્મલા રોડ 5 કિલો ખરાબ મિલ્ક ક્રીમનો નાશ કરી રૂૂ. 1,000નો દંડ વસૂલાયો.ઈટ જોય ફૂડ કોટેચા ચોક 5 કિલો એક્સપાયર બ્રેડ અને બાફેલા બટેટાનો નાશ કરી રૂૂ. 1,000નો દંડ લેવાયો.દંડની કાર્યવાહીની સાથે સાથે, ફૂડ વિભાગે ગુણવત્તા ચકાસવા માટે વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ પણ લીધા છે. જેમાં ગૂજરાત ફૂડ્સ રૈયા રોડ માંથી પનીર અને ડેરી ક્ધટેન્ટ, ડી.એન.એસ. આઇસ્ક્રીમમાંથી ચોકલેટ કોકો શેઈક તેમજ અન્ય પેઢીઓમાંથી બટર અને તીખા ગાંઠિયાના નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *