મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવ વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. આજે સોના અને ચાંદી બંનેમાં ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં ₹1,500 અને ચાંદીના ભાવમાં 5000 નો ઘટાડો જોવા મળ્યો છે.
સવારના સત્રમાં વાયદા બજારમાં માર્કેટ શરૂૂ થતા સોનાનો ભાવ ઘટીને ₹1,45,240 થઈ ગયો હતો એટલે કે આજે રૂૂપિયા 1500 ના ઘટાડો જોવા મળ્યો છે ગાંધીની વાત કરીએ તો ચાંદીનો ભાવ ₹5000 ઘટીને ₹2,31,550 થઈ ગયો છે. રાજકોટના હાજર બજારમાં સોનાનો ભાવ 1,49,000 અને ચાંદીનો ભાવ ₹2,37,450 જોવા મળી રહ્યો છે. વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેકસ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં આજે ફંડોનું સેલીંગ વધ્યાના નિર્દેશો હતા.
બીજી બાજુ અમેરિકી ક્રૂડ 69 ડોલર અને બ્રેન્ટ ક્રૂડ 72.16 ડોલર જોવા મળી રહ્યા છે. જોકે સાઉદી અરેબિયાએ એશિયન દેશ માટે છેલા 26 વર્ષમાં સૌથી મોટો ઘટાડો કર્યો છે. સાઉદી અરેબિયાની સરકારી કંપની અરામ્કોએ છેલ્લા 26 વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ 11 ડોલરનો જંગી ઘટાડો કરતાં એશિયાઈ દેશો માટે ફક્ત 1.50 ડોલરના ભાવે ક્રૂડ વેચવાની જાહેરાત કરી છે. અરબ લાઇટ ઓઇલ જુલાઈમાં પ્રતિ બેરલ 2.50 ડોલર છે, જેને સાઉદી અરેબિયા પહેલી ઓગસ્ટથી એશિયાઈ ખરીદદારો માટે પ્રતિ બેરલ 1.50 ડોલરના ભાવે વેચશે. આના પગલે ક્રૂડના ભાવમાં કડાકો બોલે તો પણ આશ્ચર્ય નહીં થાય. હાલમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ 72 ડોલરની આસપાસ અને ડબલ્યુટીઆઈ ક્રૂડના ભાવ 68 ડોલરની આસપાસ ચાલે છે.
આમ અરબ લાઇટ ક્રૂડના ભાવમાં પ્રતિ બેરલ આઠ ડોલરની અપેક્ષા કરતાં પણ વધુ મોટો ઘટાડો નોંધાયો છે. અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ સ્થાપતા ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો નોંધાયો છે અને તેના પગલે આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 70 ડોલરની આસપાસ રહે તેમ માનવામાં આવે છે.
