મોરબીના ઊચી માંડલ ગામે સાત વર્ષના માસૂમ બાળકને કૂતરાએ પીંખી નાખ્યો

રાજ્યભરમાં રખડતા શ્ર્વાનનો આંતક વધી રહ્યો હોય તેમ અવાર નવાર શ્ર્વાનોએ અનેક લોકોને લોહી લુહાણ કર્યાની અનેક ઘટના સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં…

રાજ્યભરમાં રખડતા શ્ર્વાનનો આંતક વધી રહ્યો હોય તેમ અવાર નવાર શ્ર્વાનોએ અનેક લોકોને લોહી લુહાણ કર્યાની અનેક ઘટના સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં મોરબીના ઉચી માંડલ ગામે 7 વર્ષના માસુમ બાળકને કૂતરાએ બચકા ભરી લીધા હતા. લોહી લુહાણ હાલતમાં બાળકને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના ઉચી માંડલ ગામે આવેલ શ્યામ સીરામિક કંપનીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારનો સંદિપ ધરમસિંગ બોરડે નામનો 7 વર્ષનો માસુમ બાળક રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં કંપની ખાતે હતો. ત્યારે અચાનક આવી ચડેલા શ્ર્વાને માસુમ બાળક પર એટેક કરી માથાના ભાગે બચકા ભરી લીધા હતા. માસુમ બાળકને ગંભીર ઇજા પહોંચતા લોહી લુહાણ હાલતમાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત સંદિપ બોરડેનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે અને ઇજાગ્રસ્ત બાળક બે ભાઇમાં મોટો અને તેનો પરિવાર કંપનીમાં કામ કરે છે. આ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *