બોટાદમાં એન્ટી ટાસ્કફોર્સે બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સને અફીણના જથ્થા સાથે પકડ્યો

બોટાદમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ રાજકોટ ઝોન સી.આઈ.ડી. ક્રાઈમની ટીમ ત્રાટકી હતી અને બોટાદ ટાઉન એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે એક ઈસમને ગેરકાયદેસર અફીણના જથ્થા…

બોટાદમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ રાજકોટ ઝોન સી.આઈ.ડી. ક્રાઈમની ટીમ ત્રાટકી હતી અને બોટાદ ટાઉન એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે એક ઈસમને ગેરકાયદેસર અફીણના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે કુલ 4 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અન્ય 3 શખ્સની શોધખોળ શરૂ કરી છે.
રાજકોટ ઝોન ANTFના પોલીસ અધિક્ષક લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌહાણ, પીએસઆઈ કે.એમ. મહેતા, પીએસઆઈ એમ.એચ. ચૌહાણ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બોટાદ ટાઉન એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે એક શંકાસ્પદ વ્યક્તિ અફીણની હેરફેર કરી રહ્યાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વોચ ગોઠવીને એક યુવકને ઝડપી લીધો હતો.

પોલીસે પકડેલા શખ્સની તલાશી લેતા તેના કબજામાંથી 22.80 ગ્રામ ગેરકાયદેસર અફીણનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂૂ.11,400ની કિંમતનું અફીણ અને રૂૂ.5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને કુલ રૂૂ.16,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે આરોપી વિજય બાબુભાઈ ભટ્ટી (ઉંમર 21, રહે. નંદન રેસિડેન્સી, જલારામ મંદિર પાસે, ચોટીલા, જી. સુરેન્દ્રનગર)ની સ્થળ પર જ કાયદેસર રીતે ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સની પૂછપરછમાં અન્ય 3 શખ્સની સંડોવણી ખૂલતા પોલીસે અન્ય આરોપીઓમાં જયરાજ ચાવડા (રહે. આંકડિયા તુરખા) તેમજ મો. નંબર 84900 08853 અને 78618 68251ના ધારક અન્ય આરોપીની ધરપકડ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *