સાવરકુંડલાના આંબરડીમાં દંપતી વચ્ચે ડખ્ખો થતાં પરિણીતાનો ફાંસો ખાઈ આપઘાત

સાવરકુંડલાના આંબરડી ગામે દંપતિ વચ્ચે રૂપિયા મુદ્દે ડખ્ખો થતાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…

સાવરકુંડલાના આંબરડી ગામે દંપતિ વચ્ચે રૂપિયા મુદ્દે ડખ્ખો થતાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો પરિણીતાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, સાવરકુંડલાના આંબરડી ગામે રહેતી જયોતીબેન વિજયભાઈ ઘટુલ નામની 32 વર્ષની પરિણીતાને પૈસા મુદ્દે પતિ વિજય સાથે ઝઘડો થયો હતો. જેથી પરિણીતાને માઠુ લાગી આવતાં પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિણીતાનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ ઉપરાંત બીજા બનાવમાં હળવદનાં ઈગસેડા ગામે પરિવાર સાથે મજુરી અર્થે આવેલી ઈતાબેન ગોવિંદભાઈ રાઠવા નામની પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં પરિણીતાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક પરિણીતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *