મુંબઇમાં ભારે વરસાદ: માનખુર્દમાં ઇમારત ધસી પડતા 6નાં મોત

એક જ દિવસમાં 300 મી.મી.થી વધુ વરસાદ પડતાં ભારે હાલાકી: મુંબઇ-પૂણે માર્ગ- ટ્રેન વ્યવહાર બંધ: શાળા-કોલેજો બંધ, યુનિ. પરીક્ષાઓ મોકૂફ: અનેક ફલાઇટ્સ ડાઇવર્ટ: આજે પણ…

એક જ દિવસમાં 300 મી.મી.થી વધુ વરસાદ પડતાં ભારે હાલાકી: મુંબઇ-પૂણે માર્ગ- ટ્રેન વ્યવહાર બંધ: શાળા-કોલેજો બંધ, યુનિ. પરીક્ષાઓ મોકૂફ: અનેક ફલાઇટ્સ ડાઇવર્ટ: આજે પણ રેડ એલર્ટ

માયાનગરી મુંબઇમાં અવિરત વર્ષા ચાલુ છે. શહેરના કેટલાક ભાગોમાં એક જ દિવસમાં 300 મીમીથી વધુ વરસાદ પડયો છે. મુંબઇ જ નહીં, મહારાષ્ટ્રના અન્ય ભાગમાં પણ ભારે વરસાદ ચાલુ છે. મુંબઇ-પૂણે લિંક રોડ પર ભુસ્ખલન થતા માર્ગ બંધ કરવો પડયો હતો. મુંબઇમાં આજે શાળા-કોલેજો બંધ છે. યુનિ.એ પરીક્ષાઓ પણ મોકુફ રાખી છે. પુણેમાં પણ આવો જ નિર્ણય લેવાયો છે. ભોરધારમાં ભારે વરસાદથી ભુસ્ખલન બાદ મુંબઇ-પૂણે ટ્રેનસેવા સ્થગીત કરાઇ છે. ઉપનગરોમાં રેલ સેવાઓ પણ ભારે પ્રભાવીત થઇ છે.

દરમિયાન મુંબઈના માનખુર્દ વિસ્તારમાં રવિવારે રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં એક જર્જરિત ઈમારત ધરાશાયી થતાં 6 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. માનખુર્દના જનતા નગર ખાતે આવેલા હનુમાન મંદિર પાછળ, ચાલ નંબર 5માં ગ્રાઉન્ડ પ્લસ 3 માળની ઈમારતના 2થી 3 ઝૂંપડા જેવા યુનિટ્સ અચાનક તૂટી પડ્યા હતા. શરૂૂઆતી માહિતી મુજબ, ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની ભીતિ છે.

દુર્ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, બીએમસી વોર્ડનો સ્ટાફ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળ પર પહોંચીને યુદ્ધના ધોરણે સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરૂૂ કરી દીધું છે અને કાટમાળમાં દબાયેલા લોકોને બહાર કાઢવાના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ, રવિવારે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર લગભગ એક કલાક સુધી ફ્લાઇટ કામગીરી ખોરવાઈ ગઈ, અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા અને શહેરમાં અનેક વૃક્ષો પડવાની ઘટનાઓ બની. કુર્લામાં એક દુકાન પર ઝાડ પડવાથી એક વ્યક્તિનું મોત થયું, અધિકારીઓએ જણાવ્યું. ભારત હવામાન વિભાગ (IMD) એ મુંબઈ માટે રેડ એલર્ટ જારી કર્યું હતું, જેમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતિકૂળ હવામાનને કારણે ઇન્ડિગોની ચાર ફ્લાઇટ રદ કરવામાં આવી હતી અને વિવિધ એરલાઇન્સ દ્વારા સંચાલિત 13 ફ્લાઇટ્સને નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *