ગોંડલ: સિવિલ હોસ્પિટલ સામે નદીના પટ્ટમાં નગરપાલિકાનું ડિમોલિશન

ગોંડલ નગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ સામે આવેલ ખાડા વિસ્તારમાં તેમજ ગોંડલી નદીના પટ્ટમાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. ગોંડલી નદી…

ગોંડલ નગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ સામે આવેલ ખાડા વિસ્તારમાં તેમજ ગોંડલી નદીના પટ્ટમાં વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. ગોંડલી નદી પર બની રહેલા નવા બ્રિજની કામગીરીને ધ્યાનમાં રાખીને આ મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું, જેમાં આશરે 12 જેટલા કાચા-પાકા મકાનો અને ભંગારના ડેલાઓ જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.

નગરપાલિકાના તંત્ર દ્વારા આ વિસ્તારમાં રહેતા પરિવારોને અગાઉ બે વખત નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત પાલિકાના કર્મચારીઓએ રૂૂબરૂૂ આવીને અનેકવાર સમજાવટ કરી હોવા છતાં જગ્યા ખાલી ન કરાતા આખરે ડિમોલિશનની કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. હાલ બ્રિજની કામગીરીને અડચણરૂૂપ બંને બાજુનું 70 મીટર જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું છે, જ્યારે બાકી રહેતા અન્ય દબાણો ચોમાસાની ઋતુ પૂર્ણ થયા બાદ દૂર કરવામાં આવશે.

ગોંડલ નગરપાલિકાના ચીફ ઓફિસર એ.જે. વ્યાસની સૂચનાથી સેનિટેશન વિભાગના ઇન્સ્પેકટર કેતનભાઈ મકવાણા અને તેમની સમગ્ર ટીમ દ્વારા ડિમોલિશનની કામગીરી ચલાવવામાં આવી હતી. આ તકે નગરપાલિકા પ્રમુખના પ્રતિનિધિ દીપકભાઈ ગોવાણી, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિકો સાથે સમજાવટ પૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવવાની પ્રક્રિયા પૂર્ણ કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *