પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 4 જુલાઈ 2026ના રોજ રાજસ્થાન અને ગુજરાતના પ્રવાસે જઇ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેમજ જનસંબોધન પણ કરશે.
સવારે લગભગ 10:45 વાગ્યે પ્રધાનમંત્રી જોધપુર એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે અને મોડિફાઇડ UDAN યોજનાનું લોકાર્પણ કરશે. ત્યારબાદ લગભગ 12:15 વાગ્યે તેઓ બાલોત્રા જશે અને ત્યાં લગભગ ₹1.06 લાખ કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે. આ અવસરે તેઓ જનસભાને સંબોધિત પણ કરશે.
રાજસ્થાન પ્રવાસ પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી ગુજરાત આવશે. અહીં લગભગ સાંજે 4:30 વાગ્યે તેઓ અમદાવાદના સાનંદમાં CG સેમી આઉટસોર્સ્ડ સેમિક્ધડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે. આ અવસરે તેઓ સ્થાનિક જનસભાને પણ સંબોધિત કરશે.
આ ઉદ્ઘાટન ભારતની સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગની યાત્રામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. આ સુવિધાના વ્યાવસાયિક ઉત્પાદનની શરૂૂઆત સાથે ભારત વૈશ્વિક સેમિક્ધડક્ટર વેલ્યુ ચેઈનમાં મજબૂત પગલું ભરશે. આ પરિયોજના ઈન્ડિયા સેમિક્ધડક્ટર મિશન હેઠળ મંજૂર થયેલી પ્રથમ ચાર પરિયોજનાઓમાંની એક છે. આ પરિયોજના પર કુલ ₹7,500 કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે.
પૂર્ણ ક્ષમતાએ કાર્યરત થયા બાદ આ ફેસિલિટી વાર્ષિક 5 અબજ સેમિક્ધડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવા સક્ષમ બનશે. આ ફેસિલિટી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને હાઈ-પર્ફોર્મન્સ કમ્પ્યુટિંગની વધતી માંગને પહોંચી વળવામાં મદદરૂૂપ બનશે. આ સુવિધા ઓટોમોટિવ, ઈન્ડસ્ટ્રિયલ, ટેલિકોમ્યુનિકેશન, 5જી અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (ઈંજ્ઞઝ) જેવા વિવિધ ક્ષેત્રોના ગ્રાહકોને સેવાઓ પૂરી પાડશે.
CG સેમી ફેસિલિટી વેફર સોર્ટિંગ, એસેમ્બલી, ટેસ્ટિંગ, પેકેજ ડિઝાઈન, ફેલ્યોર એનાલિસિસ, ટેસ્ટ પ્રોગ્રામ ડેવલપમેન્ટ, પ્રોડક્ટ કેરેક્ટરાઈઝેશન અને લોજિસ્ટિક્સ સપોર્ટ સહિતની એન્ડ-ટુ-એન્ડ સેમિક્ધડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સેવાઓ પૂરી પાડે છે.
