રાજ્યમાં 225 વીજ ફિડર્સ બંધ, 99 વીજ પોલ ધરાશાયી

ઊર્જા વિભાગના પ્રાથમિક અહેવાલ મુજબ, વાવાઝોડાના કારણે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 225 જેટલા વીજ ફીડર્સ એકાએક ટ્રીપ થઈ ગયા હતા અથવા તો લાઈનો તૂટવાના કારણે…

ઊર્જા વિભાગના પ્રાથમિક અહેવાલ મુજબ, વાવાઝોડાના કારણે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કુલ 225 જેટલા વીજ ફીડર્સ એકાએક ટ્રીપ થઈ ગયા હતા અથવા તો લાઈનો તૂટવાના કારણે બંધ પડ્યા હતા. ફીડર્સ પ્રભાવિત થવાને કારણે ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં કલાકો સુધી અંધારપટ છવાઈ ગયો હતો. આ ઉપરાંત, વીજળીના ટ્રાન્સમિશન માટે અત્યંત મહત્વના એવા 99 વીજ થાંભલાઓ પણ જમીનદોસ્ત થઈ ગયા છે. તોફાનના કારણે 182 ટ્રાન્સફોર્મર સેન્ટરો (ડીપી) બળી જવા અથવા શોર્ટ સર્કિટના કારણે બંધ થઈ જતાં પાવર સપ્લાય સિસ્ટમ સંપૂર્ણ કટોકટીમાં મુકાઈ ગઈ હતી.જોકે, આવી વિકટ પરિસ્થિતિમાં પણ રાજ્યની પશ્ચિમ, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાત વીજ કંપનીઓ(PGVNL, DGVNL, MGVNL, UGVNL)ના ઇજનેરો અને વાયરમેનોની ટીમો તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી.

ધોધમાર વરસાદ અને જોખમી વાતાવરણ વચ્ચે પણ ટીમોએ ગ્રાઉન્ડ લેવલ પર સઘન મરામત કામગીરી હાથ ધરી હતી. તંત્રની અવિરત મહેનતના પરિણામે કુલ 182 અસરગ્રસ્ત ટ્રાન્સફોર્મરોમાંથી 175 ટ્રાન્સફોર્મર સેન્ટરોને રેકોર્ડ બ્રેક સમયમાં રીપેર કરીને ફરીથી કાર્યરત કરી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *