જામનગરના મ્યુનિ.કમિશનર પ્રિ-મોન્સૂન સહિતની કામગીરી નિહાળવા ખુદ નીકળ્યા

જામનગરના મ્યુનિ. કમિશનર દિપેશ કેડિયા એ પ્રિ-મોન્સુન કામગીરીના રૂબરૂ નિરીક્ષણ સહીત વોર્ડ મુલાકાત નો પ્રારંભ કર્યો છે. આજે કમિશનર પોતાની ટીમ સાથે વોર્ડ નં. 10…

જામનગરના મ્યુનિ. કમિશનર દિપેશ કેડિયા એ પ્રિ-મોન્સુન કામગીરીના રૂબરૂ નિરીક્ષણ સહીત વોર્ડ મુલાકાત નો પ્રારંભ કર્યો છે. આજે કમિશનર પોતાની ટીમ સાથે વોર્ડ નં. 10 ની મુલાકાતે પહોંચ્યા હતાં અને સ્થાનિક કોર્પોરેટરો ને સાથે રાખી ને વોર્ડના જુદા-જુદા વિસ્તારની મુલાકાત કરી હતી અને ત્યાંના પ્રશ્નોની જાણકારી મેળવી હતી.

મહાનગરપાલિકાની ટીમમાં કમિશનર સાથે ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર મુકેશ વરણવા, સિટી ઈજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ ઉપરાંત સ્થાનિક કોર્પોરેટર સંજય દાઉદિયા, નિલેષ હાડા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં. ખાસ કરીને કમિશનરના આગમનને અનુલક્ષીને શાક માર્કેટ વિસ્તારમાં ફૂટપાથ ઉપરના અને રેંકડીના કેટલાક દબાણો દૂર કરાયા હતાં, તો સ્થાનિકો એ છલકાતી ભૂગર્ભ ગટર, ભૂગર્ભ ગટરના તૂટી ગયેલ ઢાંકણા વિગેરે ફરિયાદોનો ઉકેલ લાવવા માંગણી અન્વયે કમિશનરે સંબંધિત વિભાગને જરૂૂરી સૂચના આપી હતી. જેનો મતલબ એવો થયો કે અહિં ભૂગર્ભ ગટરનું નિયમિત કામ થતું નથી.
આ ઉપરાંત વોર્ડના લોકોની સમસ્યા જાણી હતી અને સ્થાનિકોને રૂૂબરૂૂ મળી જરૂૂરી કામગીરીની કમિશનરે ખાતરી આપી હતી.

ક્રિષ્ના પાર્કથી વીડીબી પાર્ટી પ્લોટ સુધીનો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ
જામનગર મહાનગર પાલિકા ની હદમાં “વોર્ડ નં.16, સમાણા રોડ પર ક્રિષ્ના પાર્ક થી વિ.ડી.બી. પાર્ટી પ્લોટ” સુધી ભૂગર્ભ ગટરની પાઈપ લાઈન નાખવાની કામગીરીના અનુસંધાને સલામતીના ભાગરૂૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.31/07 સુધી તમામ વાહન વ્યવહાર બંધ રાખવા આ જાહેર નોટીસ બહાર પાડવામાં આવે છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે ધી બી.પી.એમ.સી. એક્ટ ની કલમ અનુસાર દંડ.ની કાર્યવાહી કરવામાં આવશે. વોર્ડ નં.16, સમાણા રોડ પર ક્રિષ્ના પાર્કથી વિ.ડી.બી. પાર્ટી પ્લોટ તરફ જવાનો રસ્તો બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે સમાણા રોડ પર આવેલ જે. જે. જશોદાનાથ સોસાયટી થઇ જે. જે. જશોદાનાથ – 2 થઇ સમાણા રોડ સુધી જવાનો રોડ ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *