ગીર સોમનાથ જિલ્લામાં હોટેલ-ગેસ્ટ હાઉસોમાં GSTનું ચેકિંગ

  ગીર સોમનાથ જિલ્લામાં બુધવારે સ્ટેટ જી.એસ.ટી. વિભાગે ટેક્સ ચોરી સામે મોટી કાર્યવાહી કરી. આસિસ્ટન્ટ કમિશનર કે.જે. ગોહિલ ની આગેવાની હેઠળ ચાર થી વધુ ટીમોએ…

 

ગીર સોમનાથ જિલ્લામાં બુધવારે સ્ટેટ જી.એસ.ટી. વિભાગે ટેક્સ ચોરી સામે મોટી કાર્યવાહી કરી. આસિસ્ટન્ટ કમિશનર કે.જે. ગોહિલ ની આગેવાની હેઠળ ચાર થી વધુ ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે શહેરની વિવિધ હોટલ અને ગેસ્ટહાઉસોમાં એક સાથે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ સ્ટેટ જી.એસ.ટી. વિભાગે આશરે 15 જેટલી હોટલ અને ગેસ્ટહાઉસ ને તપાસ હેઠળ લીધા હતા.

ટીમોએ જી.એસ.ટી. રજિસ્ટ્રેશન, ટેક્સ રિટર્ન, બિલિંગ સિસ્ટમ, રોકડ અને ડિજિટલ વ્યવહાર, એકાઉન્ટ બુક્સ, ખરીદી-વેચાણ ના દસ્તાવેજો તેમજ અન્ય હિસાબી રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અધિકારીઓએ દસ્તાવેજોની ચકાસણી ઉપરાંત વ્યવસાયના વાસ્તવિક ટર્નઓવર અનેGST હેઠળ દર્શાવવામાં આવેલ આવક વચ્ચે ની વિસંગતતા ની પણ તપાસ શરૂૂ કરી છે.

જિલ્લામાં આવેલા યાત્રાધામ સોમનાથ સહિતમાં વર્ષભર મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોવાથી હોટલ અને ગેસ્ટ હાઉસ વ્યવસાયમાં કરોડો રૂૂપિયાનો વેપાર થાય છે. ટેક્સ ચોરી રોકવા અને કરવેરા વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવા માટે સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા સમયાંતરે આવા ચેકિંગ કરવામાં આવે છે. બુધવારની કાર્યવાહી પણ આ જ અભિયાનનો એક ભાગ છે. દરોડાની કાર્યવાહીના પગલે હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. અનેક સ્થળોએ દસ્તાવેજોની ચકાસણી કલાકો સુધી ચાલી હતી.

હજી સુધી સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નહોતું કે કોઈ અનિયમિતતા કે કરચોરી અંગેની વિગતો પણ જાહેર કરવામાં આવી નહોતી. વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, તપાસ પૂર્ણ થયા બાદ દસ્તાવેજોનું વિશ્ર્લેષણ કરવામાં આવશે. જ્યાં ટેક્સ ચોરી અથવા જી.એસ.ટી. કાયદાના ભંગ ના પુરાવા મળશે ત્યાં સંબંધિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *