ગોંડલની ફેકટરીમાં શોર્ટ સર્કિટથી પુત્રની નજર સામે જ પિતાનું મોત

ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી ખેડૂત સોલ્વન્ટ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીમાં બુધવારે સવારે બનેલી ગંભીર દુર્ઘટનામાં 75 વર્ષીય વૃદ્ધ ઓપરેટરનું વીજ કરંટ લાગતાં ઘટનાસ્થળે જ કરુણ…

ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી ખેડૂત સોલ્વન્ટ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીમાં બુધવારે સવારે બનેલી ગંભીર દુર્ઘટનામાં 75 વર્ષીય વૃદ્ધ ઓપરેટરનું વીજ કરંટ લાગતાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પાંચથી છ વર્ષથી ફેક્ટરીમાં સેવા આપતા હતા પ્રેમજીભાઈ મૃતકની ઓળખ 75 વર્ષીય પ્રેમજીભાઈ નાથાભાઈ બગડા તરીકે થઈ છે. તેઓ મૂળ ધોરાજીના રહેવાસી હતા અને છેલ્લા પાંચથી છ વર્ષથી ખેડૂત સોલ્વન્ટ પ્રા. લિ.માં રિફાઇનરી ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા. હાલ તેઓ ફેક્ટરીના ક્વાર્ટરમાં રહેતા હતા. પ્રાથમિક માહિતી મુજબ, 30 જૂને બોઈલરમાં ટેકનિકલ ખામી સર્જાતા ફેક્ટરીનું ઉત્પાદન બંધ રાખવામાં આવ્યું હતું.

બુધવારે પણ ફેક્ટરીમાં નિયમિત કામગીરી શરૂૂ થઈ નહોતી અને કર્મચારીઓ માત્ર જાળવણી તથા અન્ય પરચુરણ કામકાજમાં વ્યસ્ત હતા. પુત્રની નજર સામે જ પિતાનું મોત આ દરમિયાન પ્રેમજીભાઈ રિફાઇનરીના બીજા માળે આવેલા પેનલ બોર્ડ નજીક હાજર હતા. અચાનક જોરદાર શોર્ટ સર્કિટ થતાં તેમને વીજ કરંટ લાગ્યો અને તેઓ નીચે પટકાયા હતા. અન્ય કર્મચારીએ ઘટના જોઈ તાત્કાલિક મદદ માટે દોડી જઈ પ્રેમજીભાઈના પુત્ર જેન્તીભાઈને બોલાવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં પ્રેમજીભાઈનું મોત થઈ ચૂક્યું હતું.

હૃદયદ્રાવક બાબત એ રહી કે મૃતકનો પુત્ર જેન્તીભાઈ પણ એ જ ફેક્ટરીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. પોતાના પિતાને બેભાન હાલતમાં જોઈ તેમણે બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી નહોતી. નજર સામે જ પિતાનો જીવ જતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો દુર્ઘટનાની જાણ થતાં જ ગોંડલ બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતના કારણોની તપાસ શરૂૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

પ્રેમજીભાઈના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી છે. અચાનક બનેલી આ દુર્ઘટનાથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પિતા અને પુત્ર એક જ ફેક્ટરીમાં સાથે કામ કરતા હતા અને આવી કરુણ ઘટનાએ સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *