નવસારી, સુરત, વલસાડ, અમરેલી, સોમનાથ જિલ્લામાં 1થી 4 ઇંચ વરસાદ બાદ સવારથી જ બીજો રાઉન્ડ શરૂ; સાવરકુંડલા 3.11 ઇંચ ખાબક્યો
ચોમાસાના આગમન મોડુ થયુ છે. પરંતુ દ.ગુજરાતમાં પ્રથમ રાઉન્ડમાં ધમાકેદાર જમાવટ કરી છે. ગઇકાલે રાજ્યના 75 તાલુકામાં મેઘ મહેર નોંધાઇ હતી. જેમાં સૌથી વધારે દ.ગુજરાતના નવસારી, સુરત અને વલસાડ જિલ્લામાં 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો અને આજ સવારથી પણ દ.ગુજરાતમાં વરસાદ પડતા વાપીમાં 6.3 ઇંચ, નવસારીમાં 4.5 અને વલસાડમાં 4.2 ઇંચ વરસી ચૂકયો છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામોં આજે વહેલી સવારે 3.11 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વાપીમાં 4.76 ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે વલસાડના પારડીમાં 1.69 ઇંચ અને ઉબરગાંવમાં 2.13 ઇંચ વરસાદ પડ્યો હતો. ગઇકાલના વરસાદ બાદ સાવરકુંડલાના તાત્કાલીક હનુમાનજી આશ્રમ પાસે આવેલ ચેકડેમ છલકાઇ જતા સ્થાનિકોમાં આનંદની લાગણી પ્રસરી હતી.
1 જુલાઈ 2026 ના રોજ સવારે 6 વાગ્યા સુધીના સમાપ્ત થતા છેલ્લા 24 કલાકના આંકડા મુજબ, રાજ્યના હવામાનમાં ભારે પલટો આવ્યો છે અને વિવિધ જિલ્લાઓના કુલ 75 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આ પ્રારંભિક વરસાદને કારણે જ ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી જગતનો તાત ગણાતા ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ભારે હર્ષોલ્લાસ વ્યાપી ગયો છે.
સરકારી આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજાએ ભારે હેત વરસાવ્યું છે. નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં સૌથી વધુ 4.53 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જલાલપોર તાલુકો 3.50 ઇંચ વરસાદથી તરબતર થયો છે. સુરત જિલ્લાના કામરેજમાં 3.46 ઇંચ અને સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 3.11 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં પણ 3.03 ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે.
સુરત સિટીમાં 2.80 ઇંચ, વલસાડના ધરમપુરમાં 2.76 ઇંચ, પારડીમાં 2.40 ઇંચ, ભરૂૂચના અંકલેશ્વરમાં 2.32 ઇંચ, સુરતના ઓલપાડમાં 2.32 ઇંચ, વલસાડના વાપીમાં 2.20 ઇંચ અને નવસારીના ચીખલીમાં 2.05 ઇંચ વરસાદ નોંધાયો છે.
સુરતના પલસાણામાં 1.93 ઇંચ, ખેડાના વસોમાં1.85 ઇંચ, વલસાડના નાનાપોંઢામાં 1.77 ઇંચ, ડાંગના વઘઇમાં 1.61 ઇંચ, સુરતના અંબિકામાં 1.61 ઇંચ, મહુવામાં 1.61 ઇંચ, બારડોલીમાં 1.54 ઇંચ, ભરૂૂચના હંસોટમાં 1.50 ઇંચ, નવસારીના ખેરગામમાં 1.34 ઇંચ, ગીર સોમનાથના ઉનામાં 1.34 ઇંચ, સુરતના ચોર્યાસીમાં 1.30 ઇંચ, તાપીના વાલોડમાં 1.22 ઇંચ, સુરતના માંગરોળમાં 1.18 ઇંચ, વલસાડના ઉમરગામમાં 1.18 ઇંચ, તાપીના ડોલવણમાં 1.10 ઇંચ અને નવસારીના ગણદેવીમાં 1.02 ઇંચ વરસાદ વરસ્યો છે.
ભરૂચમાં ભારે વરસાદથી નિર્માણાધિન શોપીંગ સેન્ટરની દિવાલ પડતા 2ના મોત
ભરૂચ શહેરમાં અલીમાતરીયા તળાવ વિસ્તારમાં નિર્માણધીન વર્લ્ડટ્રેડ સેન્ટર શોપીંગ મોલની સાઇટ પર આવેલ વિશાળ દિવાલ રહેણાંક મકાન પણ ધસી પડી હતી. આ ગંભીર દુર્ઘટનમાં એક પરિવારના 4 સભ્યો કાળમાળ નીચે દબાઇ ગયા હતા. ભારે વરસાદના લીધે બેનલી આ દુર્ઘટનામાં પરિવારના સભ્યોને બહાર નીળકવાનો મોકો મળ્યો ન હતો. પરિણીમે 21 વર્ષિય આશિષ વસાવા અને તેના પિતા અશ્ર્વિન વસાવાનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયુ હતું. જયારે બે મહિલાનો ફાયર બ્રિગેડે ત્વરીત કામગીરી કરી બચાવ કર્યો હતો.
