વેરાવળ પોલીસે સજા વોરંટના કામે બે માસથી નાસતો ફરતો આરોપી ઝડપ્યો

પોલીસે શખ્સને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપેલ વેરાવળમાં નગરપાલિકા કવાર્ટરમાં રહેતા શખ્સ ને સજા વોરંટ ના કામે બે માસથી નાસતા ફરતા હોવાથી તેને પોલીસે પકડી…

પોલીસે શખ્સને જૂનાગઢ જેલ ખાતે મોકલી આપેલ

વેરાવળમાં નગરપાલિકા કવાર્ટરમાં રહેતા શખ્સ ને સજા વોરંટ ના કામે બે માસથી નાસતા ફરતા હોવાથી તેને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.જી.જાદવ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપતા સીટી પો.ઇન્સ. જે.એન.ગઢવી, એમ.જી.પટેલ ની રાહબરી હેઠળ ટાવર ચોકી પો.હે.કો. કમલેશભાઇ જગમાલભાઈ પીઠીયા, પો.કો.સરમણભાઈ મેસુરભાઈ ભોળા ના સઘન પ્રયત્નોથી ફેમિલી કોર્ટ કેશોદ કોર્ટના કેસમાં બે માસથી નાસતા-ફરતા આરોપી ભીખાભાઈ જગાલભાઇ ચુડાસમા રહે-વેરાવળ નગરપાલિકા કવાર્ટર વાળા ને સજા વોરંટ ના કામે પકડી પાડી જુનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *