દિલ્હી-રાજકોટ ફ્લાઇટ 3 કલાક મોડી પડતા મુસાફરોનો હોબાળો

એર ઇન્ડિયાની દિલ્હીથી રાજકોટની ફ્લાઇટમાં અઈ બંધ થવાની સાથે ટેકનીકલ ખામી સર્જાઈ હતી અને તેને કારણે ફ્લાઇટ 3 કલાક મોડી પડતા હવાઈ મુસાફરોએ દિલ્હી એરપોર્ટ…

એર ઇન્ડિયાની દિલ્હીથી રાજકોટની ફ્લાઇટમાં અઈ બંધ થવાની સાથે ટેકનીકલ ખામી સર્જાઈ હતી અને તેને કારણે ફ્લાઇટ 3 કલાક મોડી પડતા હવાઈ મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. જેમાં ક્રૂ મેમ્બર સમક્ષ મુસાફરોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. જેના વીડિયો પણ વાયરલ થયો હતો.

દિલ્હીથી રાજકોટ સાંજના સમયે આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ કોઈ ટેક્નિકલ કારણોસર સમયસર ઉપડી શકી ન હતી.જેના કારણે મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. કેટલાક મુસાફરો એરલાઈન્સ સ્ટાફ સાથે ઉગ્ર બોલચાલી કરતા જોવા મળ્યા હતા. જેના વીડિયો પણ વાઈરલ થયા છે. જેમાં ફ્લાઈટમાં એસી બંધ હોવાની ફરિયાદ કરતા જોવા મળી રહ્યા છે. ભારે હોબાળા બાદ ફ્લાઈટ 3 કલાક મોડી ઉપડી હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટથી રિટર્ન દિલ્હી જતી ફ્લાઈટ પણ મોડી પડી હતી. દિલ્હીથી સાંજે 5.30 વાગ્યે પ્રસ્થાન કરી 7.20 વાગ્યે રાજકોટ પહોંચતી ફ્લાઇટ રાત્રે 11 વાગ્યે આવી હતી. દૈનિક રાજકોટથી રાત્રે 8 વાગ્યે પ્રસ્થાન કરી 9.55 વાગ્યે દિલ્હી પહોચતી AI 2538 ફ્લાઇટ પણ મોડી પડી હતી. જેને કારણે રાજકોટ એરપોર્ટથી દિલ્હી જવા માગતા મુસાફરો પણ પરેશાન જોવા મળ્યા હતા.

ફ્લાઈટમાં AC બંધ હોવાથી મુસાફરોએ હોબાળો મચાવ્યો વાયરલ થયેલા વીડિયોમાં એક હવાઈ મુસાફર અન્ય મુસાફરોને પૂછી રહ્યા છે કે શું એર કંડીશન ચાલુ થઈ ગયું? તો મુસાફરો જવાબ આપી રહ્યા છે કે ના એસી ચાલુ થયું નથી. આમ છતાં પણ કપ્તાન દ્વારા ફ્લાઈટ ઉડાન માટેનું ક્લિયરન્સ આપી દેવામાં આવ્યું હતુ. જેથી અમૂક મુસાફરો કહી રહ્યા છે કે, ફ્લાઈટમાં ખામી હોવાથી અમને બીજું એરક્રાફટ આપો. વાઈરલ વીડિયો બાબતે રાજકોટ એર ઈન્ડિયાના મેનેજરનો સંપર્ક કરતા તેમણે આ વીડિયો આજના જ અને દિલ્હીનો હોવાનો સ્વીકાર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *