મોરબીની રફાળેશ્ર્વર ચોકડી નજીક ઓટો રિક્ષાની ચોરી

મોરબીની રફાળેશ્વર ચોકડી પાસે જીઆઈડીસી નજીકથી 2 લાખની કિમતની રીક્ષા ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. મોરબીના લાલપર…

મોરબીની રફાળેશ્વર ચોકડી પાસે જીઆઈડીસી નજીકથી 2 લાખની કિમતની રીક્ષા ચોરી થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીના લાલપર ગામે રહેતા જયદીપભાઈ ચંદુભાઈ ચાવડા નામના યુવાને અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 22 જુનના સાંજના છએક વાગ્યે ફરિયાદીની રીક્ષા જીજે 36 ડબલ્યુ 4543 કીમત રૂૂ 2 લાખ વાળી રફાળેશ્વર ચોકડીથી આગળ જીઆઈડીસી પાસે પોલીસ હેડ ક્વાર્ટર ખૂણા પાસે રાખી હતી જે રીક્ષા અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

કાર-બાઇક વચ્ચે અકસ્માત
મોરબીની માળિયા ફાટક પાસે કાંતિનગર સોસાયટીમાં રહેતા સલીમભાઈ હાજીભાઇ પલેજાએ અર્તીગા કાર જીજે 26 એપી 7594 ના ચાલક સુમીતભાઈ ચતુરભાઈ કૈલા રહે ઘૂટું તા. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 19 જુનના રોજ ફરિયાદીના દીકરા મકબુલ બાઈક જીજે 36 સી 6127 લઈને કામ પર જતા હતા ત્યારે જુના ઘૂટું રોડ પર કાર ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા મકબુલને પગના ઘૂંટણ નીચે ફ્રેકચર અને અંગુઠો કપાઈ ગયો હતો.

તેમજ હાથમાં કોણીના ભાગે ગોળો તૂટી ગયો અને મોઢા તેમજ શરીરે ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *