બગસરાના દલખાણીયા રેન્જના હામાપુર ગામ પાસે રેવન્યુ વિસ્તારમાં સિંહ બાળનું મુત્યુ

બગસરાના હમાપુર ગામે રેવન્યુ વિસ્તારમા આજ રોજ એક સિંહ બાળનું મુત્યુ થયેલ હતું તેવી માહિતી મળતા વન વિભાગના નાયબ વન સરક્ષણ અધિકારી અમરેલીના માર્ગ દર્શન…

બગસરાના હમાપુર ગામે રેવન્યુ વિસ્તારમા આજ રોજ એક સિંહ બાળનું મુત્યુ થયેલ હતું તેવી માહિતી મળતા વન વિભાગના નાયબ વન સરક્ષણ અધિકારી અમરેલીના માર્ગ દર્શન હેઠળ રેવન્યુ વાડી વિસ્તાર હમાપુર ગામે બીટ વન રક્ષણ અધિકારી આ બાબતની જાણ થતા તત્કાલ ઘટના સ્થળ ઉપર પહોંચતા સિંહ બાળનો તાજુ જન્મેલું મૃતદેહ જોવા મળ્યો હતો જયારે આ સિંહ બાળનું મુત્યુ આશરે બે દિવશ પહેલા થયેલ હોવાનું જાણવા મળેલ છે આ સિંહ બાળના મૃતદેહને વન વિભાગ દ્વારા ધારી એનિમલ કેર સેન્ટર ખાતે પી એમ અર્થે ખસેડવામાં આવ્યું હતું.

ત્યાર બાદ તમામ સ્ટાફની હાજરીમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. જયારે આ સિંહ બાળનું મુત્યુનું કારણ પી એમ બાદ જાણવા મળ્યું હતું કે કુદરતી નેસર્ગીક કારણોસર મુત્યુ થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના જાણ થતા ડી. સી. એફ. ડી. એસ ભારાઈ, એ.સી.એફ. ડો. રાજન જાદવ, આર.એફ.ઓ. જે. એન. વાળા, વન રક્ષક ભુવા, વન રક્ષક મનીષ, વન રક્ષક એ. ડી. વાળા, ટ્રેકર ફિરોઝ તેમજ રેન્જનો તમામ સ્ટાફ ખડે પગે રહી આ સિંહ બાળના મૃતદેહને પી એમ સેન્ટર થી લઈ જ્યાં સુધી રિપોર્ટ ના આવ્યા ત્યાં સુધી ખડે પગે રહી બાદમાં મુતક સિંહ બાળને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.અને વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તાર સ્કિનિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે જેથી આવા કોઈ સિહોના મુત્યુના બનાવ બને તો તત્કાલ વન વિભાગને જાણ થાઈ અને તેના ઉપર તત્કાલ કાર્યવાહી કરવામાં આવે. તેમજ વન વિભાગ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ આ સિંહ બાળની માતા સિંહણ પણ હાલ વન વિભાગની નિગરાનીમાં રાખવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *