રેસકોર્સ પાર્કમાં ગૃહકલેશથી કંટાળી નેપાળી આધેડનો ઝેરી ટીકડા ખાઇ આપઘાત

શહેરમાં એરપોર્ટ રોડ પર રેસકોર્સ પાર્કમાં રહેતા આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતકે ઘરકંકાસના પ્રશ્ને આ પગલુ ભરી લીધાનું પોલીસનું અનુમાન છે.…

શહેરમાં એરપોર્ટ રોડ પર રેસકોર્સ પાર્કમાં રહેતા આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતકે ઘરકંકાસના પ્રશ્ને આ પગલુ ભરી લીધાનું પોલીસનું અનુમાન છે. આધેડના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેસકોર્સ પાર્ક 1માં બ્લોક નં.74માં રહેતા અને હોટલમાં કામ કરતા મૂળ નેપાળના રામબહાદુરભાઈએ ઘરે અનાજમાં રાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા જે અંગે પરિવારજનોને જાણ થતાં તત્કાલ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતા જ્યાં તેનું મૃત્યું નિપજ્યું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર અને એક પરિવાર સાથે રહેતા હતા. ઘરકંકાસ અને પુત્રી છે. તે હોટલમાં કામ કરતા હતા અને છેલ્લા ઘણાં સમયથી રેસકોર્સમાં મિલ્કત બાબતે તેણે આ પગલું ભરી લીધાનું પોલીસનું અનુમાન છે. જોકે ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ બહાર આવશે.

બીજા બનાવમાં રૈયાધાર વિસ્તારમાં આવેલા બંસીપાર્કમાં રહેતા મનદીપ જગદીશભાઇ દવે (ઉ.વ.39)ગઇકાલે પોતાના ઘરે સીડી પરથી ગબડી પડ્યા હતા. યુવકને ઇજા પહોંચતા સારવાર માટે દોશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *