જીવલેણ બનતો રોગચાળો: કોઠારિયાના આધેડનું તાવની બીમારીથી મોત

રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાના આગમન સાથે જ રોગચાળો વર્ક્યો હોય તેમ વધુ એક જીંદગી કાળના ખપરમાં હોમાઇ છે. જેમાં કોઠારિયામાં રહેતા આધેડનું તાવની બીમારી સબબ…

રાજકોટ સહિત રાજ્યભરમાં ચોમાસાના આગમન સાથે જ રોગચાળો વર્ક્યો હોય તેમ વધુ એક જીંદગી કાળના ખપરમાં હોમાઇ છે. જેમાં કોઠારિયામાં રહેતા આધેડનું તાવની બીમારી સબબ મોત નીજપતા પરિવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારિયામાં રહેતા પ્રેમરાજભાઇ શિવાલકભાઇ યાદવ નામના 55 વર્ષના આધેડને તાવની બીમારી સબબ બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

અન્ય બનાવમાં શિવપરામાં રહેતા કાળુભાઇ રામજીભાઇ પીલુડીયા (ઉ.વ.53) અને ભગવતીપરામાં રહેતા ઇકબાલભાઇ આમતભાઇ બકાલીયા (ઉ.વ.50)નું બીમારી સબબ બેભાન હાલતમાં મોત નીપજ્યુ હતું. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *